પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિભાઈ સુરેજાનું આજે ટૂંકી બીમારી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અવસાન થતા પાટીદાર સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો હતો. રતિભાઈ સુરેજાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત એસ.ટી. નિગમના ડિરેક્ટર તરીકે વર્ષ 1991 થી 1993 દરમિયાન કરી હતી. ત્યારબાદ 1995માં માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં વિજય મેળવી સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિ સુરેજાનું અવસાન
જૂનાગઢઃ રાજ્યના પૂર્વ સિંચાઈ પ્રધાન અને પાટીદાર અગ્રણી રતિભાઈ સુરેજાનું ટૂંકું બીમારી બાદ અવસાન થયુ છે. સુરેજાના અવસાનના સમાચાર મળતા સમગ્ર જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પૂર્વ સિંચાઈ પ્રધાન રતિ સુરેજા
સુરેજાએ વર્ષ 1995 થી 2002 સુધી સતત 3 વખત વિધાનસભામાં માણાવદર બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બાદમાં 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેબિનેટમાં જળ સંપત્તિ વિભાગના રાજ્યપ્રધાન તરીકે પણ સેવાઓ આપી હતી. રતિભાઈ સુરેજાના અવસાનથી પાટીદાર સમાજ અને જૂનાગઢના રાજકીય ક્ષેત્રમાં ભારે શોક છવાઈ ગયો હતો.