જૂનાગઢઃસમગ્ર રાજ્યમાં વન વિભાગના કર્મચારીઓ (Forest Employee Junagadh) તેની પડતર માંગોને લઈને પાછલા છ દિવસથી અનિશ્ચિત કાલીન હડતાલ પર ઉતરી ગયા છે. રવિવારે વન વિભાગના હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ જુનાગઢમાં એકઠા થઈને જૂનાગઢના કલેકટરને આવેદનપત્ર (Junagadh Collector Rachit Raj) આપ્યું હતું. એ પછી માધ્યમો સાથેની વાતચીતમાં વન વિભાગના (SRP Rajkot) કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જણાવ્યું હતું કે ગીરના સિંહની રક્ષા સાવજો (કર્મચારીઓ) કરી શકે છે. અમે તેના માટે સક્ષમ છીએ પરંતુ રાજ્ય સરકાર અમારી માંગોને લઈને ઉદાસીન જોવા મળી રહી છે. જેની સામે પણ કર્મચારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
કર્મચારીઓમાં રોષઃ સિંહની રક્ષા કરવા માટે વન વિભાગના કર્મચારીઓ સક્ષમ છે. રાજ્યના વન વિભાગના કર્મચારીઓ પાછલા છ દિવસથી તેની વર્ષો જૂની પડતર માંગોને લઈને અનિશ્ચિતકાલીન હડતાલ પર ઉતરી ગયા છે. વન વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ગીરના સિંહની રક્ષા અમે કર્મચારીઓ કરવા માટે સક્ષમ છીએ. પરંતુ રાજ્ય સરકાર વન વિભાગના કર્મચારીઓની જે રીતે હાંસિયામાં ધકેલી રહી છે. એ યોગ્ય નથી. તેની સામે તમામ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. રાજ્યની સરકાર જ્યાં સુધી વન વિભાગના કર્મચારીઓની પડતર માંગોને લઈને કોઈ હકારાત્મક અને અંતિમ નિર્ણય નહીં કરે ત્યાં સુધી વન વિભાગના કર્મચારીઓએ હડતાલ ચાલું રાખશે.