ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરની શાન કેસર કેરીના સ્વાદથી વિદેશી રસિયા વંચિત રહેશે? નિકાસની નહીવત્ શક્યતાઓ - લૉકડાઉન અસર

કોરોના વાઇરસનું સંક્રમણ હવે ગીરની કેસર કેરી પર પણ લાગે તો નવાઈ નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ બજારમાં પોતાની જગ્યા બનાવનાર ગીરની કેસર કેરી હાલ યુરોપ સહિત વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનને કારણે પહોંચવામાં નિષ્ફળ બનશે તેવું વર્તમાન સમય અને સંજોગો મુજબ લાગી રહ્યું છે. ત્યારે નિકાસ નહીં થવાથી ખેડૂતોને પણ મોટું આર્થિક નુકસાન થાય તેવી શક્યતાઓ છે.

ગીરની શાન કેસર કેરીના સ્વાદથી વિદેશી રસીયા વંચિત રહેશે?  નહિવત નિકાસની શક્યતાઓ
ગીરની શાન કેસર કેરીના સ્વાદથી વિદેશી રસીયા વંચિત રહેશે? નહિવત નિકાસની શક્યતાઓ

By

Published : May 14, 2020, 7:05 PM IST

જૂનાગઢઃ કોરોના સંક્રમણની આડઅસર હવે ગીરની કેસર કેરી પર પણ થઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરી વિશ્વની બજારોમાં જોવા મળી હોત. પરંતુ કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. જેના કારણે ગીરની કેરી યુરોપિયન બજાર સુધી આ વર્ષે પહોંચી શકે તેવી નહીંવત શક્યતાઓ જોવાઇ રહી છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ગલ્ફ અને યુરોપના દેશોમાં ભારતની કેસર કેરી પોતાનું સ્થાન મજબૂત કરવામાં સફળ રહી હતી, પરંતુ આ વર્ષે કોરોના વાયરસ જેવી વિપરીત પરિસ્થિતિઓ સર્જાતાં કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ થવાની શક્યતાઓ ખૂબ જ નહિવત જોવાઇ રહી છે.

ગીરની શાન કેસર કેરીના સ્વાદથી વિદેશી રસીયા વંચિત રહેશે? નહિવત નિકાસની શક્યતાઓ
છેલ્લાં કેટલાક વર્ષોથી ગીરમાં પાકતી કેસર કેરીનું માર્કેટ વિશ્વકક્ષાએ પહોંચતા અમેરિકા બ્રિટન સહિતના યુરોપના રાષ્ટ્રો તેમ જ અખાતી દેશો દુબઈ, શારજાહ સહિત મોટાભાગના ખાડી દેશોમાં ગીરની કેસર કેરીનું વિશેષ બજાર અને માંગ પાછલા કેટલાક વર્ષોથી પ્રબળ બની રહ્યાં છે. ગત વર્ષે પણ યુરોપ અને ખાડી દેશોમાં સરખામણીએ વધુ કેસર કેરીની નિકાસ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણને પગલે કેસર કેરીની નિકાસ અખાત દેશોની સાથે યુરોપમાં પણ અટકી જવાની પૂરી શક્યતાઓ જોવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details