ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: પુનર્વસુ નક્ષત્રમાં જ્યાં વરસાદ પડે ત્યાં થશે, આગાહીકાર મોહનભાઈ દલસાણીયાની આગાહી - જૂનાગઢ સમાચાર

આગામી 6 તારીખ અને ગુરુવારથી વરસાદના સૂર્ય નક્ષત્ર એવા પુનર્વસુ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. આ નક્ષત્ર દરમિયાન જે જગ્યા પર વરસાદ પડે તે જગ્યા પર પાણી પાણી થઈ જશે. તેમ વર્ષા વિજ્ઞાન આગાહીકાર મોહનભાઈ દલસાણીયાએ તેમનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે.

પુનર્વસુ નક્ષત્રમાં જ્યાં વરસાદ પડે ત્યાં થશે પાણી-પાણી દેશી આગાહીકાર મોહનભાઈ દલસાણીયાની આગાહી
પુનર્વસુ નક્ષત્રમાં જ્યાં વરસાદ પડે ત્યાં થશે પાણી-પાણી દેશી આગાહીકાર મોહનભાઈ દલસાણીયાની આગાહી

By

Published : Jul 5, 2023, 12:41 PM IST

પુનર્વસુ નક્ષત્રમાં જ્યાં વરસાદ પડે ત્યાં થશે પાણી-પાણી દેશી આગાહીકાર મોહનભાઈ દલસાણીયાની આગાહી

જૂનાગઢ:આદ્રા નક્ષત્રમાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો. આ નક્ષત્ર દરમિયાન તેનું વાહન ઘેટું હતું. જેને કારણે પણ ખૂબ સારો વરસાદ થયો હતો આદ્રા નક્ષત્રમાં ઠેર ઠેર ખૂબ સારો વરસાદ નોંધાયો હતો. કેટલાક જિલ્લામાં તો ચોમાસાની સિઝનનો 30 ટકા કરતાં વધુ વરસાદ આદ્રા નક્ષત્રમાં થયેલો જોવા મળે છે. આ નક્ષત્ર દરમિયાન વાહન ઘેટું હોવાને કારણે પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાનું જણાય આવે છે.

પુનર્વસુ નક્ષત્રમાં જ્યાં વરસાદ પડે ત્યાં થશે પાણી-પાણી દેશી આગાહીકાર મોહનભાઈ દલસાણીયા ની આગાહી

પુનર્વસુ નક્ષત્રમાં:આગામી 6 તારીખ અને ગુરુવારથી વરસાદના સૂર્ય નક્ષત્ર એવા પુનર્વસુ નક્ષત્ર સાંજે 05 કલાક અને 28 મિનિટે શરૂ થઈ રહ્યું છે. જેનું વાહન ગધર્ભ નોંધાયું છે જેને કારણે જ્યાં વરસાદ પડશે ત્યાં ઠેર ઠેર પાણી જોવા મળશે તેવી તેવુ પૂર્વાવલોકન દેશી વર્ષા વિજ્ઞાન આગાહીકાર મોહનભાઈ દલસાણીયાએ વ્યક્ત કર્યું છે. પરંતુ‌‌ જે રીતે આદ્રા નક્ષત્રમાં વરસાદનું પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યું હતુ તેજ પ્રકારની વરસાદી સિસ્ટમ પુનર્વસુ નક્ષત્રમાં જોવા મળશે નહીં.

ચોમાસુ જોવા મળશે વિચિત્ર:વર્ષા વિજ્ઞાન આગાહીકાર મોહનભાઈ દલસાણીયાએ આ વર્ષના ચોમાસાને વિચિત્ર ચોમાસુ તરીકે પણ ગણાવ્યું છે. ઓગસ્ટ મહિના દરમિયાન 15 તારીખ પછી વરસાદની શક્યતાઓ જોવા મળે છે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં અને ખાસ કરીને દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ શકે છે. પરંતુ જુલાઈ ની 16 તારીખ બાદ 30મી તારીખ સુધી સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. તેવું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે.

મોહનભાઈ દલસાણીયા:વધુમાં વરસાદને લઈને આવનારો ઓગસ્ટ મહિનો નબળો જોવા મળશે. તારીખ 15 મી ઓગસ્ટ બાદ ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ત્યારબાદ ફરી એક વખત વરસાદી વાતાવરણ સર્જાશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. તેવું પુરવાનું મન મોહનભાઈ દલસાણીયાએ વ્યક્ત કર્યું છે.

  1. Rajkot Rain: ગોંડલમાં પંથકમાં સાંબેલાધાર વરસાદ, દેરડી ગામમાં વગર વરસાદે પુર આવ્યું
  2. Gandhinagar News: રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ, મેંદરડામાં સૌથી વધારે મેઘકૃપા

ABOUT THE AUTHOR

...view details