ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાનમાં જન્મેલી અને 20 વર્ષથી ગુજરાતમાં રહેતી મહિલાને મળી ભારતની નાગરિકતા - latest news about caa

જૂનાગઢ: કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નાગરિકતા કાનૂનને હવે અન્ય દેશના હિન્દુ આશીર્વાદ સમાન માની રહ્યા છે. મૂળ પાકિસ્તાનમાં જન્મેલી અને છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં રહેતી મહિલાને અંતે ભારતની નાગરિકતા મળતા મહિલાએ ખુશી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા જે નાગરિકતા કાનુન પસાર કરવામાં આવ્યું છે તેને લઈને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવીને આ કાનૂન ભારતની બહાર રહેતા ભારતના લોકોને ખુબ જ આશીર્વાદ સમાન બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાનમાં જન્મેલી 20 વર્ષથી ગુજરાતમાં રહેતી મહિલાને મળી ભારતની નાગરિકતા
પાકિસ્તાનમાં જન્મેલી 20 વર્ષથી ગુજરાતમાં રહેતી મહિલાને મળી ભારતની નાગરિકતા
author img

By

Published : Dec 24, 2019, 6:27 PM IST

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાનૂનને મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને ભારતની બહાર અન્ય દેશોમાં રહેતા ભારતીયો માટે ભારતના નાગરિક બનવાની તક ફરી એક વખત પ્રાપ્ત થાય છે. આ કાનૂન અંતર્ગત ભારત બહાર પાકિસ્તાનમાં રહેતા હિન્દુ લઘુમતીઓ માટે આ કાનૂન આશીર્વાદ સમાન સાબિત થઇ શકે છે. નાગરિકતા કાનૂન ભારતની સંસદમાં પસાર કરીને કેન્દ્રની સરકારે ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ લઘુમતીઓ માટે ભારતની નાગરિકતા મેળવવા માટેના દ્વાર ખોલી આપ્યા છે. આ કાનૂનની મદદથી વર્ષોથી ભારતની બહાર રહેતા હિન્દુ લઘુમતીઓ હવે કાયમી ધોરણે તેના પરિવાર સાથે ભારતના નાગરિક બનીને રહી શકશે.

પાકિસ્તાનમાં જન્મેલી 20 વર્ષથી ગુજરાતમાં રહેતી મહિલાને મળી ભારતની નાગરિકતા

મૂળ પાકિસ્તાનમાં જન્મેલી અને છેલ્લા ૧૮ વર્ષથી ગુજરાતમાં તેના પરિવાર સાથે લોંગ ટર્મ વિઝાના માધ્યમથી અમદાવાદમાં રહેતી હેમાબેન આહુજાએ જૂનાગઢના મનિષ આહુજા સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. પરંતુ તેઓ ભારતના નાગરીક નહીં હોવાને કારણે ખૂબ જ હાડમારીનો સામનો કરી રહ્યા હતા. હેમાબેનને અમદાવાદથી જુનાગઢ આવવું હોય તો પણ ગૃહ વિભાગમાંથી જુનાગઢ આવવા માટેના વિઝા મેળવવા પડતા હતા. જો ગૃહ વિભાગ તેમને વિઝા આપવાનો ઇનકાર કરે તો તેઓ અમદાવાદ થી જુનાગઢ પણ નહોતા આવી શકતા. ત્યારે વર્ષ 2019ની ૨૫મી ઓક્ટોબરે આખરે ભારત સરકારે હેમાબેન આહુજાને ભારતના નાગરિક તરીકેનું પ્રમાણપત્ર આપતાં હવે હેમાબેન ભારતના કાયદાકીય રીતે નાગરિક બની ગયા છે. જેનો તેઓને અપાર આનંદ છે. તેઓ વધુમાં જણાવી રહ્યા છે કે, આ કાયદાથી ભારતની બહાર રહેતા હિન્દુ લઘુમતીઓ માટે એક આશાના દ્વાર સમાન છે. આ કાયદાથી પાકિસ્તાનમાં રહેતા હિન્દુ લઘુમતીઓ હવે ભારતના નાગરિક બનીને મુક્ત વાતાવરણમાં જીવનનો અહેસાસ કરશે અને આવી તક આપવા માટે તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા પણ કરી હતી.

સમગ્ર નાગરિકતા કાનુન અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે પણ જણાવ્યું હતું કે, જુનાગઢમાં મૂળ પાકિસ્તાનના નાગરિક હોય તેવી 49 મહિલાઓએ ભારતના નાગરિક બનવા માટેની અરજીઓ કરેલી છે. જે પૈકી ત્રણ હિન્દુ લઘુમતી મહિલાઓને ભારતના નાગરિક તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તેમજ ૧૩ જેટલી મહિલાઓની નાગરિકતા માટેની અરજીઓ કેન્દ્ર સરકાર હસ્તક વિચારણામાં જેનો ટૂંક જ સમયમાં નિવેડો આવે તેવી પણ શક્યતાઓ છે. 13 મહિલાઓ પૈકી સાત મહીલાઓ પાકિસ્તાની હિન્દી લઘુમતી હોવાનું જણાઈ આવે છે. આ તમામ 49 મહિલાઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં લોંગ ટર્મ વિઝા લઈને તેમના પરિવાર સાથે રહે છે.

ABOUT THE AUTHOR

...view details