જૂનાગઢ: પાછલા પાંચ દિવસથી( Monsoon Gujarat 2022)ઘેડ ઓજત અને ભાદર નદીના પૂરના પાણીને(Flooding in Bhadar and Ojat river)કારણે અનેક મુશ્કેલીમાં જોવા મળે છે. ઘેડના 50 કરતા વધુ ગામો થોડે ઘણે અંશે પૂરના પાણીને કારણે પ્રભાવિત થયા છે, ત્યારે સૌથી વધુ પ્રભાવિત એવું માંગરોળ તાલુકાનું ઘેડ વિસ્તારનું ઓસા ગામ આજે પણ અનેક મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે. પાછલા પાંચ દિવસથી ગામનો સંપર્ક અન્ય જગ્યા સાથે કપાયેલો જોવા મળે છે.
આ પણ વાંચોઃઘેડ વિસ્તારના ખેતરોમાં ઘૂટણસમા પાણી ભરાતાં ખેડૂતોને આવ્યો રોવાનો વારો
સરકારી તંત્ર દ્વારા ગામની કોઈ મુલાકાત નહી -આ ગામ લોકોએ ગામની અંદર અવર જવર કરવા માટે ટ્રેક્ટરનો સહારો (Flooding in Ghede area )લેવો પડે છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં આજે પૂરના પાંચ દિવસ બાદ પણ ઓસા ગામમાં અનેક મુશ્કેલીઓની વચ્ચે ગામ લોકો જોવા મળી રહ્યા છે. સરકારી તંત્ર દ્વારા પૂર જેવી ભયાનક સ્થિતિમાં પણ ગામ લોકોની કોઈ દરકાર લેવામાં નથી આવી તેવો આક્ષેપ(Flood water in Osa village) ગામના લોકો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃરાજ્યના 9 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, ધરમપુર-કપરાડામાં મેઘરાજાની જોરદાર બેટિંગ
ઘેડ વિસ્તાર દર વર્ષે આ પ્રકારની મુશ્કેલી -ઘેડ વિસ્તાર દર વર્ષે ચોમાસા દરમિયાન આ પ્રકારની વિપરીત અને કષ્ટદાયક પરિસ્થિતિમાં ફસાઈ રહ્યું છે આ પ્રકારની પૂરની સ્થિતિ પાછલા કેટલાય દસકાઓથી ઘેડ વિસ્તારમાં દર વર્ષે જોવા મળે છે સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ કે સમાધાન થયું નથી ત્યારે આ વર્ષે ફરી એક વખત વરસાદી પૂર નું પાણી ઘેડ વિસ્તાર ના ગામોને જળમગ્ન કરી ગયું જેમાં સૌથી વધુ પ્રભાવિત ઓસા ગામ અનેક મુશ્કેલીમાં જોવા મળે છે લોકોને ભોજન સહિત ઘરવખરીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સાથે સાથે બીમારીની સ્થિતિમાં પણ આજે ગામની બહાર નીકળવું કે બહાર.થી કોઈ તબીબોને ગામની અંદર આવવું મુશ્કેલ છે આવી પરિસ્થિતિની વચ્ચે પાછલા પાંચ દિવસથી ઓસા ગામના લોકો પોતાનું જીવન દુષ્કર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.