ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘેડ વિસ્તારના ગામો પાછલા 48 કલાકથી જળમગ્ન - Flood in villages of Ghed

ઘેડ વિસ્તાર પાછલા 48 કલાકથી ઓઝત અને ભાદર નદીમાં આવેલા પૂરને(Flooding in Ojat and Bhadar river)કારણે જળમગ્ન બની ગયો છે. ETV Bhartની ટીમે ઘેડના ગામોની મુલાકાત કરી હતી. લોકોને પડી રહેલી હાલાકી જાણવાનો પ્રયાસ કર્યો છે.

ઘેડ વિસ્તારના ગામો પાછલા 48 કલાકથી જળમગ્ન
ઘેડ વિસ્તારના ગામો પાછલા 48 કલાકથી જળમગ્ન

By

Published : Jul 15, 2022, 4:47 PM IST

જૂનાગઢઃ પોરબંદર અને જૂનાગઢ જિલ્લાનો (Monsoon Gujarat 2022 )ઘેડ વિસ્તાર પાછલા 48 કલાકથી ઓઝત અને ભાદર નદીમાં આવેલા પૂરને કારણે જળમગ્ન બની ગયો છે. ત્યારે ETV Bhartની ટીમે ઘેડના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત કરી (Flooding in Ojat and Bhadar river)હતી. અહીંના લોકો સાથે વાતચીત કરીને તેમને પડી રહેલી મુશ્કેલીનો અંદાજ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પાછલા 48 કલાકથી ગામ લોકો ખૂબ મુશ્કેલીમાં છે અને ખાસ કરીને તબીબી સહાયને લઈને લોકો ચિંતા પણ બની રહ્યા છે.

ઘેડ વિસ્તાર

આ પણ વાંચોઃનવસારીમાં પૂરઃ નવસારીમાં NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન

ઓજત અને ભાદર નદીમાં આવેલા પૂર -જૂનાગઢ અને પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર (Ghed area of ​​Junagadh )પાછલા 48 કલાકથી ઓજત અને ભાદર નદીમાં આવેલા પૂરને કારણે જળમગ્ન બની રહ્યો છે. ગીર વિસ્તારની આ પરિસ્થિતિ પાછલા 48 કલાકથી સતત વિકટ બની રહી છે. ઘેડના ગામોમાં રહેતા લોકો ઓઝત નદીના પૂરને કારણે ખૂબ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. ઘેડના તમામ વિસ્તારમાં જ્યાં નજર કરીએ ત્યાં એક માત્ર વરસાદી પૂરનું પાણી જોવા મળે છે. આવી પરિસ્થિતિની વચ્ચે ઘેડનો ખમીરવંતો અને ખુમારી સાથે જીવતો વ્યક્તિ આજે પણ વિપરીત પરિસ્થિતિમાં પોતાની જાતને સ્થિર કરીને પોતાનું જીવન જીવી રહ્યો છે.

આ પણ વાંચોઃઘેડ વિસ્તારમાં જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી, દાયકાઓ જૂની સમસ્યા સરકાર નિવારે તેવી લોકમાગ

લોકો પૂર વચ્ચે રહેવા ટેવાયા -ETV Bhartની ટીમે ઘેડ વિસ્તારના ગામોની મુલાકાત કરી હતી. ગામ લોકોની જે મુશ્કેલી છે તેમનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગામ લોકો આજે પણ મુશ્કેલ પરિસ્થિતિમાં છે તેનો સ્વીકાર કરી રહ્યા છે પરંતુ પાછલા દસકાઓથી ચાલી રહેલી આ વિકટ પરિસ્થિતિમાં હવે ઘેડનું માનસ જાણે કે પૂર વચ્ચે રહેવા ટેવાઈ ગયું હોય તે પ્રકારનો ખુમારી સાથે મુશ્કેલી અને ખાસ કરીને સરકાર તેમની આ પરિસ્થિતિને જાણે તે અંગે વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details