માછલીઓની નિકાસમાં ગુજરાત પ્રથમ નિકાસ થતા ક્ષેત્રોમાં ફિશરીઝ ઉધોગ દસમા ક્રમે - Fishing Export annual report
વર્ષ 2022 / 23 ભારત માંથી સૌથી વધુ માછલીઓની નિકાસને લઈને પાછલા તમામ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે આ વર્ષે 64903 કરોડ રૂપિયાની માછલીઓની નિકાસ અમેરિકા ચીન સહિત વિદેશના દેશોમાં કરવામાં આવી છે જેને કારણે નિકાસ કરતા એકમોમાં ફીશરીઝ ઉદ્યોગ દસમા નંબર પર આવી ગયો છે. ધ મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ અંગે એક વિગતવાર રીપોર્ટ જાહેર કર્યો છે.
માછલીઓની નિકાસમાં ગુજરાત પ્રથમ નિકાસ થતા ક્ષેત્રોમાં ફિશરીઝ ઉધોગ દસમા ક્રમે
By
Published : Jul 11, 2023, 11:31 AM IST
|
Updated : Jul 11, 2023, 1:59 PM IST
વેરાવળઃવર્ષ 2022 / 23 દરમિયાન ગુજરાત માછલીઓની નિકાસ ને લઈને પાછલા તમામ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેને કારણે ભારતમાંથી મુખ્ય 10 પ્રોડક્ટની નિકાસ અન્ય દેશોમાં થાય છે. તેમાં ફીસરીઝ ઉદ્યોગ 10 માં નંબર પર પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહ્યો છે. વર્ષ 202 / 23 દરમિયાન 17 લાખ મેટ્રિક ટનથી વધુ 64,903 કરોડ ની કિંમતની વિવિધ માછલીઓ વિશ્વના દેશોમાં નિકાસ કરાઈ છે. માત્ર માછલી જ નહીં પણ જુદી જુદી પ્રોડેક્ટ જેની નિકાસ થઈ રહી છે એનો પણ વાર્ષિક અહેવાલ આપ્યો છે.
માછલીઓની નિકાસમાં ગુજરાત પ્રથમ નિકાસ થતા ક્ષેત્રોમાં ફિશરીઝ ઉધોગ દસમા ક્રમે
ભારતીય માછલીઓની માંગઃ મુખ્યત્વે અમેરિકા ચાઇના સહિત એશિયા અને યુરોપના દેશોમાં ભારતની માછલીઓની ખૂબ સારી માંગ હોવાને કારણે આ વર્ષે ભારતમાંથી સૌથી વધુ નિકાસ માછલીઓની થઈ છે. જેમાં અમેરિકા ચીન સહિત યુરોપ અને એશિયાના દેશોમાં સૌથી વધુ નિકાસ કરવામાં આવી છે. જે પણ પાછલા તમામ વર્ષનો રેકોર્ડ પાછળ રાખી દે છે. વર્ષ 2022 / 23 દરમિયાન વિશ્વના દેશોમાં સૌથી વધારે ભારતના ફ્રોઝન ઝિંગાની ડિમાન્ડ જોવા મળી હતી. જેને કારણે પાછલા વર્ષ દરમિયાન તેની નિકાસમાં બમ્પર ઉછાળો જોવા મળે છે.
માછલીઓની નિકાસમાં ગુજરાત પ્રથમ નિકાસ થતા ક્ષેત્રોમાં ફિશરીઝ ઉધોગ દસમા ક્રમે
વાર્ષિક નિકાસનો રીપોર્ટઃ 17,35,286 મેટ્રિક ટન જેટલા સી ફૂડની નિકાસ ભારત માંથી કરવામાં આવી છે. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી 90 ટકા કરતાં વધારે દરિયાઈ માછલીઓની નિકાસ સૌરાષ્ટ્રમાંથી કરવામાં આવી છે. જે પાછલા વર્ષની સરખામણીએ 26.73 ટકાનો વધારો સૂચવે છે. વધુમાં નિકાસને કારણે જે આવક થઈ છે. તેમાં પણ 11.0 8% ની દ્રષ્ટિએ 4.31% નો અમેરિકન ડોલરની સરખામણીએ વધારો થયો છે. વર્ષ 2021 22 માં ભારતમાંથી 57,586,48 કરોડની સી ફૂડની નિકાસ થઈ હતી.
માછલીઓની નિકાસમાં ગુજરાત પ્રથમ નિકાસ થતા ક્ષેત્રોમાં ફિશરીઝ ઉધોગ દસમા ક્રમે
માછલીઓ મહત્વઃભારતમાંથી ચાઇના અમેરિકા કેનેડા સહિત યુરોપ અને એશિયાના દેશોમાં 106 કરતાં વધુ માછલીઓની નિકાસ કરવામાં આવી છે. જે પૈકી 25 જેટલી સી-ફૂડની ડિમાન્ડ ચાઇના અમેરિકા સહિત યુરોપ અને એશિયાના દેશોમાં ખૂબ માંગ જોવા મળે છે. જેમાં શૂરમી રેબન ફિશ સી કેટ રિંગ રીબકોટ સહિત 25 જેટલી માછલીઓની ડિમાન્ડ હોવાને કારણે તેને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. ગુજરાત માંથી એકમાત્ર સૌરાષ્ટ્ર મોટા ભાગની માછલી ઓની નિકાસ કરે છે.
કરોડોની નિકાસઃ ઝીંગા બાદ સૌથી વધુ નિકાસ ફ્રોઝન ફિશની આ વર્ષે કરવામાં આવી છે. બીજા સૌથી વધુ નિકાસ કરેલી માછલીમાં બાસ્કેટ સુરમી ફિશની નિકાસ થતી 2,013.66 કરોડ રૂપિયાની માછલીઓની નિકાસ કરવામાં આવી છે. વિદેશી બજારની વાત કરીએ તો અમેરિકા ભારતમાંથી સી ફૂડની આયાત કરનારો પ્રથમ દેશ બને છે. અમેરિકામાં 2.632.08 મિલિયન ડોલરની સી ફૂડની નિકાસ વર્ષ 2022 / 23માં કરવામાં આવી છે.
વર્ષ 2022 / 23 માં માછલીઓની નિકાસમાં ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે એક માછીમાર તરીકે તેઓ ગર્વ નો અનુભવ કરે છે પાછલા વર્ષો દરમિયાન ભારત માંથી થતા નિકાસના મુખ્ય સ્ત્રોત જોઈએ તો પ્રથમ ક્રમે એન્જિનિયરિંગ સામાન ત્યારબાદ 02 પેટ્રોલિયમ પ્રોડક્ટ 03 હીરા ઝવેરાત 04 કપડા અને તેના દોરાઓ 05 રસાયણ 06 દવા અને તેની બનાવટનો સામાન 07 ઇલેક્ટ્રોનીક્સ 08 ચોખા 09 પ્લાસ્ટિક બાદ આ વર્ષે પ્રથમ વખત 10 માં નંબરે મરીન પ્રોડક્ટ નો સમાવેશ કરાયો છે જે ગુજરાતના માછીમારી ઇતિહાસ ને પુનર્જીવિત કરી રહ્યો છે.---કેતનભાઇ સુયાણી (સૌરાષ્ટ્રના એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા યુનિયનના પ્રમુખ, ટેલિફોનિક વાતચીત પરથી)
ડીઝલ સબસીડીથી ફાયદોઃપાછલા વર્ષો દરમિયાન માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારોને ડીઝલની સબસીડી તુરંત આપવામાં આવતી હતી બીજા શબ્દોમાં કહીએ તો, માછીમારો ને જે સબસીડી વાળુ ડીઝલ વહેંચવામાં આવતું હતું. પરંતુ તે હવે બંધ કરીને વર્ષના કોઈ સમયે બજાર કિંમતે ખરીદેલા ડીઝલની સબસીડી ડીઝલ ખરીદનારના ખાતામાં જમા થાય છે. જેને કારણે માછીમારોને ખૂબ મોટું રોકાણ કરવું પડે છે. મોંઘવારી અને દરિયામાં ઘટી રહેલી માછલીઓની પ્રજાતિ અને તેની સંખ્યાને લઈને પણ માછીમાર ઉદ્યોગ ખૂબ જ સંકડામણમાં છે.
અનેકગણો વધારોઃ આવી પરિસ્થિતિમાં કેન્દ્રની સરકાર માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા ડીઝલને ફરીથી સબસીડી યુક્ત કરે તો માછીમારો સમૃદ્ધ બનશે. જેને કારણે તેના પર બિલકુલ આશ્રિત માછલી ઓની નિકાસનો ઉદ્યોગ પણ ખૂબ જ ઝડપભેર આગળ વધશે. જેને કારણે વિદેશનું વિદેશી હૂંડિયામણ જે હાલ માછીમારી ઉદ્યોગ સરકારને આપી રહી છે. તેના તેમાં પણ અનેક ગણો વધારો થઈ શકે તેમ છે.