27 ફેબ્રુઆરીના રોજ ભવનાથની ગિરી તળેટીમાં શિવરાત્રીનો પ્રથમ મીની કુંભ મેળો આયોજિત થઇ રહ્યો છે. જેને લઈને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તેને વિધિવત જાહેર કર્યો છે. પ્રથમ વખત ગિરનાર સાધુ મંડળના સંતો દ્વારા નગરચર્યાથી મેળાનો પ્રારંભ કરવામાં આવશે. મીની કુંભ હોવાને કારણે સમગ્ર દેશમાંથી આવતા સાધુઓ માટે ખાસ વાતાનુકુલિત ટેન્ટ સીટી બનાવીને મેળાને વધુ આકર્ષિત બનાવવાના પ્રયાશો કરવામાં આવશે.
"મીની કુંભ"ની તૈયારીઓ પૂર્ણ, દેશના 500 ડમરુ વાદકો લેશે ભાગ - Gujarat
જૂનાગઢઃ ગિરી તળેટીમાં આયોજિત શિવરાત્રીના મીની કુંભ મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. યોગી આદિત્યનાથ સહિત રાજ્યના પ્રધાનો અને દેશના સંતો-મહંતોની હાજરીમાં પ્રથમ મીની કુંભ મેળો યોજાઈ રહ્યો છે.

girnar
જૂઓ વીડિયો
તેમજ યોગી આદિત્યનાથ અને સાધ્વી ઋતુમ્ભરા, કથાકાર મોરારીબાપુની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. પ્રથમ વખત ડમરુ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના 500 જેટલા ડમરુ વાદકો ભાગ લઈને યાત્રાને સફળ બનાવશે. તેમજ મેળાના ખાસ આકર્ષણ સમાન 51 લાખ રુદ્રાક્ષથી શિવલીંગનું નિર્માણ કરવામાં આવશે. જેને લઈને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.