- ચંદવાણા ગામે ગૌ શાળાના લાભાર્થે રાહતદરે ફટાકડાનું વેચાણ
- ગૌ શાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ
- ચંદવાણા ગામે દિવાળીની અનોખી ઉજવણી
માંગરોળના ચંદવાણા ગામે દિવાળીના તહેવારની અનોખી ઉજવણી - સેવાકીય પ્રવૃતિ
જૂનાગઢના ચંદવાણા ગામે ગૌ શાળાના કાર્યકરો દ્વારા પોતાના ગામના ફાળામાંથી ગૌ શાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરીને ગાયોનું અને ગામના લોકોના હિત માટે સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે.
![માંગરોળના ચંદવાણા ગામે દિવાળીના તહેવારની અનોખી ઉજવણી દિવાળીના તહેવારની અનોખી ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9530295-439-9530295-1605239077592.jpg)
દિવાળીના તહેવારની અનોખી ઉજવણી
જૂનાગઢ: જિલ્લાના ચંદવાણા ગામે ગૌ શાળાના કાર્યકરો દ્વારા પોતાના ગામના ફાળામાંથી ગૌ શાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરીને ગાયોનું અને ગામના લોકોના હિત માટે સેવાકીય પ્રવ્રૂતિ કરવામાં આવી રહી છે. હાલના મોંઘવારીના સમયમાં ગરીબ લોકોના છોકરાઓને રાહતદરે ફટાકડા મળી રહે તેવા હેતુ સાથે સેવાકીય પ્રવૃતિ શરૂ કરાઇ છે. હાલ કોરોના કાળમાં મજુર વર્ગ બેકાર બની ગયો છે, ત્યારે ગામ લોકોનો સાથ સહકારથી ગામની એકતા સાથે સેવાકાર્યો કરાઇ રહ્યા છે.
માંગરોળ