ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના છત્રીના ગોડાઉનમાં આગ, અંદાજે 1 લાખનું નુકસાન - junagadh

જૂનાગઢઃ જિલ્લાના કેશોદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં આવેલ છત્રીના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉન માલીક દ્વારા નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. જે બાબતે ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Jun 6, 2019, 9:20 PM IST

કેશોદની જૂની મેનબજારમાં આગ લાગવાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાથી ગોડાઉનમાં રાખવામા આવેલ છત્રી તથા માલ સામાનમાં નુકસાન થયું હોવાનું ગોડાઉન માલિકે જણાવ્યું હતું.

જૂનાગઢના છત્રીના ગોડાઉનમાં આગ, અંદાજે 1 લાખનું નુકસાન

છત્રીના ગોડાઉનમાં લાઈટ કનેકશન ન હોવા છતાં આગ લાગવા બાબતે અનેક ચર્ચાઓ થઈ રહી છે અને રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આજુબાજુના રહેવાસીઓ દુકાનદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામા ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજું અકબંધ છે.

ABOUT THE AUTHOR

...view details