જૂનાગઢ : પઠાણ ફિલ્મનો વિરોધ ધીમે ધીમે જોર પકડી રહ્યો છે. જૂનાગઢમાં સાધુ સમાજ અને લોક સાહિત્યકાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાણને લઈને મેદાને ઉતર્યા હતા. ફિલ્મના કેટલાક ચલચિત્ર (pathaan film protest) દ્રશ્યો અને ગીતના શબ્દોને દૂર કરવામાં નહીં આવે તો ફિલ્મનો વિરોધ કરવાની સાથે આગામી મહાશિવરાત્રીના મેળાનો બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ છે.(pathaan film protest monks in Junagadh)
પઠાણના ચલચિત્ર સામે સાધુ સમાજે વ્યક્ત કર્યો રોષશાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ પઠાણ ચલચિત્રનો વિરોધ હવે ધીમે ધીમે વ્યાપક બની રહ્યો છે. આજે જુનાગઢ સાધુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફિલ્મના આપત્તિજનક દ્રશ્યો અને ગીતના શબ્દોને દૂર કરવાની માંગ કરી છે. જુનાગઢ સાધુ સમાજની સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ જોડાયા હતા. તેમણે સમગ્ર ફિલ્મમાં ઈરાદાપૂર્વક ગીતના શબ્દો અને ચિત્રોને દાખલ કરવા માટે ફિલ્મના નિર્માતા અને નિર્દેશકને આડેહાથ લીધા હતા. જણાવ્યું હતું કે, સમય રહેતા ફિલ્મના આપત્તિજનક દ્રશ્યો અને ગીતના શબ્દોને ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતા અને નિર્દેશક દૂર કરે નહીં તો સાધુ સમાજ તેમનો ઉગ્ર વિરોધ કરશે. (Shah Rukh Khan pathaan film protest)
આ પણ વાંચો :સુરતમાં પઠાણનો વિરોધ, ખાનનું પૂતળુ સળગાવીને મામલતદારને આવેદનપત્ર આપ્યું