- બુધવારથી અમલમાં આવી રહેલા નવા નિયમોને લઈને વ્યસનીઓમાં ફફડાટ
- જૂનાગઢ શહેરમાં તમાકુની ખરીદી કરવા માટે વ્યસનીઓએ લગાવી લાંબી લાઈનો
- લોકડાઉનની કોઈ પણ પરિસ્થિતિમાં તમાકુનું આગવું આયોજન કરવા વ્યસનીઓ જોવા મળ્યા લાઈનમાં
જૂનાગઢઃકોરોના સંક્રમણને કારણે બુધવારથી 5મી મે સુધી સુધારેલા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે કેટલીક આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય મોટાભાગના વ્યાપારિક સંકુલો બંધ રાખવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. આવી પરિસ્થિતિમાં હવે તમાકુની ખરીદી કરવા માટે તમાકુના વ્યસનીઓએ વહેલી સવારથી જ તમાકુનું વેચાણ કરતી દુકાનો બહાર લાંબી લાઈનો લાગી હતી. લોકો તમાકુની ખરીદી કરવા માટે રીતસરની પડાપડી પણ કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃમોડાસામાં પાન-મસાલાની એજન્સી પાસે ભારે ભીડ થતા બાઉન્સર ગોઠવાયા, છેવટે દુકાન બંધ કરી
લોકડાઉન પહેલા જ તમાકું લેવા માટે પડાપડી
પહેલા તબક્કામાં પણ આ જ પ્રકારે તમાકુની દુકાનો બહાર મોટી સંખ્યામાં તમાકુનું સેવન કરતા વ્યસનીઓએ લાંબી લાઇનો લગાવી હતી. આ જ પ્રકારના દ્રશ્યો હવે બીજા તબક્કામાં પણ જોવા મળી રહ્યા છે. હાલ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તમાકુના વ્યસનીઓએ તમાકુની ખરીદી કરવા માટે આગવું આયોજન કરી લીધું હોય તે પ્રકારના દ્રશ્યો જૂનાગઢમાં જોવા મળ્યા હતા.