જૂનાગઢઃરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 75મી પુણ્યતિથિ છે. વર્ષ 1948માં 16મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અંતિમ ઈચ્છા અનુસાર તેમના અસ્થિઓનું વિસર્જન જૂનાગઢના દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અસ્થિનું વિસર્જન દેશના 2 સ્થળોએ કરાયું હતું, જે પૈકી એક સ્થળ તરીકે દામોદર કુંડ આજે ગાંધીજી અને તેના ઈતિહાસ સાથે સંકળાયેલું જોવા મળે છે.
આ પણ વાંચોશ્રદ્ધા સ્નાન અને સંક્રાંતિ: દામોદર કુંડમાં દેહશુદ્ધી માટે લગાવાઈ છે ડૂબકી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 75મી પુણ્યતિથિઃઆજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 75મી પુણ્યતિથિ છે. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ તેમની ઈચ્છા અનુસાર, તેમના અસ્થિઓનું વિસર્જન દેશના 2 સ્થળોએ કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીની અંતિમ ઈચ્છા અનુસાર, જૂનાગઢની ગિરિ તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં મહાત્મા ગાંધીજીના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેનું સાક્ષી દામોદર કુંડ બન્યો હતો.
આ પણ વાંચોશ્રાદ્ધ પર્વને લઈને દામોદર કુંડ પર ભાવિકોની ભીડ
ગાંધીજીના પુત્રએ કર્યું હતું અસ્થિ વિસર્જનઃ મહાત્મા ગાંધીજીના સંસ્મરણો અને તેમની અંતિમ ઈચ્છા અનુસાર, અસ્થિઓના વિસર્જન માટે આજે પણ મહાત્મા ગાંધીજી સાથે દામોદર કુંડને યાદ કરવામાં આવે છે. મહાત્મા ગાંધીજીની અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવા માટે તેમના પુત્ર શામળદાસ ગાંધી દ્વારા તેમના અસ્થિઓનું વિસર્જન દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું.
દામોદર કુંડ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છેઃગિરિ તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો દેહ ત્યાગ પ્રભાસતીર્થ ક્ષેત્રમાં થયો હતો. ત્યારબાદ દામોદર કુંડમાં તેમના પરિવારનું પિંડદાન પણ અહીં કરવામાં આવ્યું હોવાને ધાર્મિક માન્યતા આજે પણ છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ પવિત્ર દામોદર કુંડમાં થયું હતું. રાજા રજવાડાઓના પરિવારજનો અને તેમના મોક્ષાર્થે થતા ધાર્મિક કાર્યો અને તેમના અસ્થિઓનું વિસર્જનની સાથે પિંડદાન પણ પવિત્ર દામોદર કુંડમાં કરાયું છે તેનો સાક્ષી પણ આજે દામોદર કુંડ બની રહ્યો છે.