જિલ્લાભરના ખેડૂતોને આર્થિક બોજા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. કારણ કે, આ વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતાં ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. જેથી ખેડૂતોએ મદદ માટે રાજ્ય સરકારના દ્વારે પહોચ્યાં હતાં.
જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન - Farmers worried about the rains in Junagadh
જૂનાગઢઃ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છેલ્લા પાંચ દિવસથી જિલ્લાભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી ખરીફ અને રવિ પાકોને ભારે નુકસાની થઈ રહી છે. આથી તેઓ સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી રહ્યાં છે.
જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ, આ સહાય તેમના નુકસાનની સરખાણીએ ઓછી હોવાથી તેમની સમસ્યામાં કોઈ ખાસ ઘટાડો થયો નથી. જેથી ખેડૂતો આર્થિક સહાયના પેકેજમાં વધારો કરવાની માગ કરી રહ્યાં છે.