ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો થયા નારાજ - Junagadh news

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહિત દરિયાઇ પટી પર અનેક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી માંગરોળ તેમજ માળીયા હાટીના સહિતના દરીયાઇ પટીમાં કયાંક ઝાપટાં તો કયાંક ધોધમાર વરસાદ પડયો હતો અને ખેડૂતોના ઘંઉ, ઘાણા ,ચણાસ જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

etv
માંગરોળ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો થયા નારાજ

By

Published : Jan 13, 2020, 5:08 PM IST

જ્યારે ચણાના પાક પર કમોસમી વરસાદ વરસતાં ઉપરથી આ ચણાનું ધોવાણ થતાં ખારાશ ધોવાઇ જતાં ચણાના પાકનેપણ ભારે નુકસાનની શક્યતા સેવાઇ રહી છે અને ચણામાં આવતાં ફુલો અને ચણાના ડોડવાપણ ખરી જવાની હકીકત સામે આવી છે.

આ ઉપરાંત મગફળીમાં ખેડૂતોએ નુકસાની ભોગવવી પડી છે. પરંતુ હવે ઘંઉ, ચણા, ધાણા, જીરૂં સહિતના પાકને પણ ભારે નુકસાની થવાથી જગતનો તાત ભારે ચિંતામાં મૂકાયો છે અને સરકાર પાસે ફરીવાર સર્વે થાય તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

માંગરોળ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો થયા નારાજ

માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહિત દરીયાઇ પટીના અનેક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ બંધાયું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ માંગરોળ તેમજ માળીયા હાટીના સહિતના દરિયાઇ પટીમાં ક્યાંક ઝાપટાં તો, ક્યાંક ધોધમાર વરસાદ પડયો હતો અને ખેડૂતોમાં ચીંતાનુ મોજુ ફરી વળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details