માંગરોળના ઘેડ પંથકમાં જમીનોનું ધોવાણ થતા ખેડૂતો પરેશાન - જૂનાગઢ જિલ્લાના સમાચાર
માંગરોળ: જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના સામરડા ઘેડ તેમજ ઓસા ઘેડ ગામોમાં મગફળી તેમજ કપાસનો પાક નિષ્ફળ જતા તાત્કાલીક વળતર ચુકવવા ખેડૂતોએ માંગ કરી હતી. જૂનાગઢના માંગરોળના ઘેડ પંથકમાં ઓજત મધુવંતી તેમજ સાબરી નદિઓમાં ઘોડાપુર આવતા ઘેડ પંથકની જમીનોનું બે હદ રીતે ધોવાણ થયું છે અને ખેડૂતોએ વાવેતર કરેલી મગફળી તેમજ કપાસ સહિતના પાકોનું હજારો એકર જમીનોમાં પાણીના ધોવાણથી નિષ્ફળ થતા ઘેડ પંથકના ખેડૂતો લાચાર બની ગયા છે અને સરકાર પાસે ખેડૂતો લાચાર બનીને સહાયની માંગ કરી રહ્યા છે.
માંગરોળના ઘેડ પંથકમાં જમીનોનું ધોવાણ થતા ખેડૂતો થયા પરેશાન
ખાસ કરીને વાત કરીએ તો ઓજત નદીના દરવાજા ખોલતા ઓજત નદીનો ઘસમસતો પાણીના પ્રવાહે માંગરોળના ઘેડ પંથકના ખેડૂતોને તારજ કરી દિધા છે અને ખેડૂતોના વાવેતર કરેલા પાકોનું ઘોવાણ કરીને ખેડૂતોને સરકાર પાસે સહાય માંગવા લાચાર બનાવ્યા છે. હાલ ઘેડ પંથકમાં ઘરોના લેવલ સાથે ફળીયામાં ગોઠણ ડુબ પાણી ભરાયેલું જોવા મળી છે, જેથી લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો તોડાઇ રહ્યો છે. હાલતો ઘેડના તમામ ગામો બેટ જેવી પરિસ્થીતીમાં જોવા મળી રહ્યા છે, પરંતુ નુકશાનીનો સાચો અંદાજતો પાણી ઓસરીયા બાદ જ થશે.