- Bheem agiyarasના શુકનવંતી વાવણી કરતા ધરતીપુત્રો
- આજના દિવસે વાવણીનું ધાર્મિક મહત્વ માનવામાં આવે
- વાવણી ધાન્ય અને ધનનો ભંડાર ભરનારી પુણ્યશાળી મનાય
જૂનાગઢ : આજે ભીમ અગિયારસ (Bheem agiyaras)નું પાવનકારી પર્વ છે. આજની ભીમ અગિયારસ (Bheem agiyaras) વર્ષમાં એક જ વખત આવતી હોવાને કારણે તેનું ધાર્મિક મહત્વ ખૂબ જ જોવામાં આવી રહ્યું છે. આ સાથે ભીમ અગિયારસ (Bheem agiyaras)ના દિવસે વાવણીને પણ ખૂબ જ શુભ અને સાંકેતિક આદિ-અનાદિ કાળથી માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ભીમ અગિયારસના શુભ દિવસે ગોંડલ પંથકમાં શુકનનો વરસાદ
સારા કૃષિ ઉત્પાદનો મળે તે માટે ભીમ અગિયારસના શુભ મુહૂર્તમાં વાવણી કાર્ય
જિલ્લાના ખેડૂતો ભીમ અગિયારસ (Bheem agiyaras)ના દિવસે વાવણીની શુકનવંતા પ્રારંભ કરતા જોવા મળી રહ્યા છે. પ્રાચીન પરંપરાઓ મુજબ, આજે ભીમ અગિયારસ (Bheem agiyaras)ના દિવસે વાવણી કાર્ય કરવાથી ખૂબ સારા કૃષિ ઉત્પાદનો જગતના તાતને મળી શકે તેવા શુભ મુહૂર્તમાં ભીમ અગિયારસ (Bheem agiyaras)ના પાવનકારી સમયમાં જગતના તાત વાવણી કાર્યમાં જોતરાયેલો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ભીમે એવું શું કર્યું કે એકાદશી તેના નામે ઓળખાઈ ભીમ અગિયારસ? જાણો આજે કેરી ખાવાનું શું છે મહત્ત્વ
પશુધનને હળ સાથે જોડીને પારંપરિક ખેતીની સાથે વાવણીકાર્યની શરૂઆત
સૌરાષ્ટ્રમાં આજે પણ ભીમ અગિયારસ (Bheem agiyaras)ના દિવસે પશુ આધારિત વાવણી કાર્યની પ્રાચીન માન્યતા છે. તેે પરંપરા મુજબ આજે જગતના તાતે પોતાના પશુધનને હળ સાથે જોડીને પારંપરિક ખેતીની સાથે વાવણીકાર્યની શરૂઆત કરી છે. આજના દિવસે જગતનો તાત ચોમાસુ પાક (Monsoon Crops) માટે વાવણીના મુહર્તની રાહ જોઈને બેઠો હોય છે. આજે કરેલી વાવણી ધાન્યના વિપુલ ઉત્પાદન કરનારી હોવાને કારણે પણ વર્ષોથી જગતનો તાત ભીમ અગિયારસ (Bheem agiyaras)ના શુકનવંતા મુહૂર્તમાં વાવણી કાર્ય કરતો આવ્યો છે. જે આ વર્ષે પણ શુભ અને શુકન મુહૂર્તમાં વાવણી કાર્ય થતું જોવા મળી રહ્યું છે.