માંગરોળના લોએજમાં મક્તુપુર સહિતના આસપાસ ગામડાઓના ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, 25 વર્ષ બાદ ગામમાં આવેલી નોળી નૈત્રાવતી નદીની સ્પેડીંગ કેનાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને પાણીની સમસ્યામાંથી છૂટકારો મળ્યો છે.
માંગરોળમાં 25 વર્ષ બાદ કેનાલની કામગીરી શરૂ થતાં ખેડૂતોમાં આનંદનો માહોલ
જૂનાગઢઃ માંગરોળમાં આવેલાં લોએજ ગામમા નોળી નૈત્રાવતી નદીની કેનાલનું કામ ૨૫ વર્ષથી અધૂરૂં હતું. જે અંગે અનેક રજૂઆતો કરવામાં આવતી હતી, છતાં કેનાલની કામગીરી પૂર્ણ કરવામાં આવી નહોતી. જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ત્યારે મીડિયા દ્વારા આ સમસ્યાનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. પરીણામે તંત્રને કેનાલની કામગીરી પૂર્ણ કરાવવાની ફરજ પડી છે અને ખેડૂતોમાં હર્ષ લાગણી જોવા મળી રહી છે.
જૂનાગઢ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી આ ગામમાં આવેલી સ્પેડીંગ કેનાલની કામગીરી અધૂરી મૂકવામાં આવી હતી. જે અંગે ઢગલાબંધ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નહોતા. પરીણામે ખેડૂતોને પાણીની સમસ્યાનો ભોગ બનવું પડતું હતું. ત્યારે ETV BHARAT સહિત મીડિયા માધ્યમો દ્વારા અહેવાલ પ્રકાશિત થતાં તંત્રને કેનાલની કામગીરી શરૂ કરવાની ફરજ પડી છે.