જૂનાગઢ: પાક વિમાને સંદર્ભે હવે ખેડૂતો સરકાર અને વિમા કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ખેડૂતોએ વિમા કંપનીઓ સામે વિભાગીય પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે આગામી દિવસોમાં પાક વિમા સંદર્ભે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વિરોધના એંધાણ છે.
કેશોદમાં પાક વિમા મુદ્દે ખેડૂતોએ નોંધાવી પોલીસ ફરિયાદ - police complaint against crop insurance company
સરકાર અને વિમા કંપની સામે લડાઈ કરીને થાકેલા ખેડૂતો અંતે પોલીસના શરણે પહોંચ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ખેડૂતોએ વિમા કંપનીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આગામી દિવસોમાં મામલો વધુ સંવેદનશીલ બને તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.
farmers-police-complaint-against-crop-insurance-company
છેલ્લાં 3 દિવસથી ખેડૂતો કેશોદ મામલતદાર કચેરીમાં પાક વિમાના મુદ્દે ધરણાં પર બેઠા હતા. તેમ છતાં કોઈ નિરાકરણ નહિ આવતા ખેડૂતોએ અંતે પોલીસ ફરિયાદ દાખલ કરાવીને પાક વિમા કંપનીઓ સામે કાયદાકીય લડાઈની શરૂઆત કરી છે. જેની પગલે રાજ્યનાં અન્ય જિલ્લાઓના ખેડૂતો પણ આજ પ્રકારે આગળ વધીને વિમા કંપનીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવે તેવી શક્યતાઓ છે.