ગુજરાત

gujarat

ETV Bharat / state

તંત્રના આંખ આડા કાન, કેશોદ નજીક ખેડૂતો જીવના જોખમે 5 ફુટ ઉંડા પાણીમાં ઉતરવા મજબૂર - કેશોદ સમાચાર

જૂનાગઢ કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામની સીમમાં ખેડૂતો ખેતરે જવા માટે પાંચ ફુટથી વધુ પાણીમાંથી પગપાળા પસાર થાય છે, વાહન વ્યવહાર બંધ છે. લોકોએ તંત્રને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પ્રશ્ન હલ ન થતાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.

keshod
જુનાગઢ

By

Published : Jul 19, 2020, 2:19 PM IST

જૂનાગઢ: કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામની સીમમાં આશરે 25થી વધુ ખેડૂતોના વાડીએ જવા માટેના જાહેર માર્ગમાં એક ખેતરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી રસ્તામાં ભરાઇ જતા પાણીમાં રસ્તો હોય તેવું લાગી રહ્યું છે.

છેલ્લાં એક મહિનાથી આજુબાજુમાં રહેતા આશરે પચ્ચીસથી વધુ ખેડૂતોએ પોતાના ઘરે જવા માટે પાંચ ફુટથી વધુ ઉંડા પાણીમાંથી પસાર થવું પડે છે. પશુઓ માટે ઘાસચારો પણ પાણીમાંથી લઇને ખેડૂતો પગપાળા પસાર થઈ રહ્યાં છે, તો કોઈ ખેડૂતો નાછુટકે બળદ ગાડા પણ જીવના જોખમે પસાર કરી રહ્યાં છે.

જૂનાગઢ કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામની સીમમાં પાણીમાં રસ્તો હોય તેવું લાગી રહ્યું

મોટી ઘંસારીથી નુનારડા તરફ જતા રોડની બાજુમાં આવેલ ખેતરોના સેઢે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની ગટર બનાવેલી છે. જ્યારે એક ખેડૂત દ્વારા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી અન્ય ખેતરોના વરસાદી પાણીનો ભરાવો થતાં જાહેર માર્ગમાં પાણી ભરાઇ જતા ખેડૂતો છેલ્લાં એક મહિનાથી પાણીમાંથી પગપાળા પસાર થઈ રહ્યા છે.

પાણીના નિકાલ બાબતે રસ્તાના પ્રશ્ને ખેડૂતો દ્વારા લાગતા વળગતા તંત્રને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં ન આવતાં ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે, ત્યારે રસ્તાની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં તંત્ર ક્યારે જાગશે તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details