જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં ખેડૂતોની પાંખી હાજરી - latest news of farmers in junagadh
જૂનાગઢ: સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે ખેડૂતોએ ખરીદીની પ્રક્રિયામાં નિરુત્સાહ બતાવ્યો હતો.
જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં ખેડૂતોની પાંખી હાજરી
રાજ્ય સરકાર દ્વારા 1 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની શુભ શરૂઆત કરવામાં આવી છે. ખરીદીના પ્રથમ દિવસે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોએ ખરીદીની પ્રક્રિયામાં નીરસ ઉત્સાહ દર્શાવ્યો હતો. જેને કારણે ખરીદી સેન્ટર પર ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી.