ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં - junagadhlatestnews

જૂનાગઢ : માંગરોળ, પંથકમા ધોધમાર વરસાદ થતા ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે. મગફળીનો પાક અને પશુના ચારાને વ્યાપક નુકશાન થયું છે. તો ફરીથી પાકવિમાનું સર્વે કરવા ખેડૂતોએ માંગ કરી છે.

etv bharat junagad

By

Published : Oct 23, 2019, 1:27 PM IST

ચાલુ વર્ષમાં પાક વિમાનું સર્વે કરવામાં આવ્યું હતું. ત્યારે અંદાજે 25 ટકા મગફળીનો પાક સલામત હતો. પરંતું વરસાદ વરસતા પાક ફેઈલ થતાં ખેડૂતોએ ફરીથી સર્વે કરવાની માંગ કરી છે. ચાલુ વર્ષ દરમિયાન સારો વરસાદ થતા ખેડૂતોના ચોમાસાનો મગફળી સહિતનો પાક સારો થયો હતો. પરંતુ વરસાદની સીઝન લાંબી ચાલતા અને સતત વરસાદ પડતા તૈયાર પાક નીષ્ફળ જતા ખેડૂતોમાં નીરાશા વ્યાપી છે.

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં

આ નુકશાન મામલે જીલ્લા પંચાયત પ્રમુખ દ્રારા સરકારને રજુઆત કરાશે તેવું જીલ્લા પંચાયત પ્રમુખે જણાવાયું હતું.

ABOUT THE AUTHOR

...view details