ગુજરાત

gujarat

ETV Bharat / state

પાક વિમા ઓનલાઇન અરજીની સમય મર્યાદા ઓછી હોવાના કારણે ખેડૂતો પરેશાન - Time limit

જૂનાગઢઃ પાક વિમા ઓનલાઇન અરજીની સમય મર્યાદા ઓછી હોવાના કારણે ખેડૂતો પરેશાન થાય છે.દર વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીની સમય મર્યાદા સામે હાલ માત્ર 10 દિવસની મર્યાદાથી હોવાથી કેશોદ તાલુકાના ખેડુતો મુદત વધારવાની માંગણી કરી હતી.

xdg

By

Published : Jul 10, 2019, 5:40 AM IST

ખેડુતો પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં ખરીફ પાકોના પ્રીમિયમની ઓનલાઈન અરજી માટે દર વર્ષે એપ્રિલથી જુલાઈ સુધીમાં ઓન લાઈન અરજી કરી શકાતી હતી.આ વર્ષે સરકાર દ્વારા જી.આર બહાર પાડવામાં આવ્યા છે. કુલ 10 દિવસની જ સમય મર્યાદા આપવામાં આવી હોવાના કારણે ખેડૂતો પરેશાન છે. ખરીફ પાકની ઓનલાઈન અરજી કરવા માટે સાયબર કાફે કે, જન સુવાધા કેન્દ્ર કે અન્ય ઓનલાઈન અરજી કરવી પડે છે. જેમાં સાતબાર આઠઅ, બેંક પાસબુક ઝેરોક્ષ, આધાર કાર્ડ ઝેરોક્ષ સહીતના ડોક્યુમેન્ટ સાથે લઈ જવા પડતા હોય છે. ખેડુતોને સાતબાર આઠઅની નકલ કઢાવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવુ પડે છે. ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કરાવવાની ઓનલાઈન અરજી કરાવી તેની એક નકલ જે તે બેંક કે સહકારી મંડળીઓ જેમાંથી પાક ધિરાણ લીધેલ હોય ત્યાં જમા કરાવવાની આ તમામ પ્રક્રિયા પુર્ણ કરવામાં ખેડુતોને એકથી બે દિવસનો સમય બગડે છે. ટીકીટ ભાડુ ખર્ચી ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી સહીત 100 રૂપીયાથી લઈને 200 રૂપીયા જેટલો ખર્ચ થાય છે

પાક વિમા ઓનલાઇન અરજીની સમય મર્યાદા ઓછી હોવાના કારણે ખેડૂતો પરેશાન

હાલમાં 15 તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોવાથી જે માત્ર 10દિવસ જેટલો સમયગાળો હોવાથી એક સાથે ખેડુતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાથી સર્વર ડાઉન તથા નેટવર્ક જામના પ્રશ્નો પણ ઉદભવતા હોય છે. ખેડુતોની પરેશાની સમજી સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખરીફ પાકની ઓનલાઇન અરજી સ્વીકારવાની છેલ્લી 15 તારીખ હોય જે મુદતમાં વધારો કરવામાં આવે તેવી ખેડુતો માંગણી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details