જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં દીપડાઓના વધતા જતા હુમલાઓ દિવસ દરમિયાન ખેતીની લગતો વીજ પુરવઠો આપવો તેમજ પાક વિમાનો નવો સર્વે કરીને ખેડૂતોને તાકીદે વળતર ચુકવવામાં આવે તેવી માગ સાથે વન વિભાગની કચેરી વિસાવદરમાં ધરણા કર્યા હતા. જેમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા.
વિસાવદરમાં ખેડૂતોનું સંમેલન, વન વિભાગની કચેરીમાં કર્યા ધરણા - જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ
જૂનાગઢઃ વિસાવદરમાં વધતા જતા દીપડાના હુમલાઓ અનિયમિત વીજ પ્રવાહો અને ખેડૂતોને પાક વિમાની રકમનું તાકીદે સરકાર દ્વારા સર્વે કરીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી માગ સાથે વન વિભાગની કચેરીમાં ખેડૂતોએ ધરણા પ્રદર્શન કરી રોષ વ્યકત કર્યો હતો. આ સંમેલનમાં જૂનાગઢના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાજરી આપી હતી અને ખેડૂતોના પ્રશ્નોમાં તેમનું સમર્થન હોવાનું જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને તાકીદે કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો ખેડૂતો અને સરપંચો દ્વારા મોટુ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. વિસાવદર તાલુકાના 74 જેટલા ગામોના સરપંચોએ સંગઠન બનાવીને સરકાર સામે તેમના પડતર પ્રશ્નોને લઈને લડત કરવા માટે આગળ આવ્યા હતા. જેમાં હવે ખેડૂતો પણ જોડયા છે અને સરપંચના સંગઠનને તેમનું સમર્થન પણ આપ્યું હતું. વિસાવદરની વન વિભાગની કચેરીમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખાસ હાજરી આપીને ખેડૂતોના પ્રશ્નોને લઈને દરેક રાજકીય વ્યક્તિઓ પક્ષને ભૂલીને ખેડૂતોના સમર્થનમાં આગળ આવે તેવી માગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.