ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદ PGVCL કચેરીમાં ખેડૂતોએ કર્યો ઘેરાવો

જૂનાગઢઃજુનાગઢ કેશોદના મોટી ઘંસારી રામેશ્વર ફિડરમાં 10 દિવસથી વીજ ધાંધિયાથી ખેડૂતો હેરાન થઇ ગયા છે. ખેડૂતોએ ડે. એન્જીનીયરને રજૂઆત કરી છે. કેશોદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેશોદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં 10 દિવસથી વીજ પુરવઠો અવારનવાર ખોરવાતા PGVCL વીજ ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે, દિવસો સુધી ફોલ્ટ રીપેરીંગ કરવામાં આવતો નથી.

કેશોદ PGVCL કચેરીમાં ખેડૂતોએ કર્યો ઘેરાવો

By

Published : Jul 1, 2019, 12:11 AM IST

વીજ ધાંધિયાથી રોષે ભરાયેલા મોટી ઘંસારી રામેશ્વર ફિડરના 50 ખેડૂતોએ વિજળીના ધાંધિયાથી ખેડૂતોએ ડે. એન્જીનીયર ચારેલને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ખેડૂતોની રજૂઆત સાંભળવા ડે.એન્જીનીયરે સમય ફાળવયો ન હતો. ચાલુ ગાડીમાં ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને વહેલી તકે નિયમીત વીજ પુરવઠો આપવામાં આવે તેવું આશ્વાસન આપ્યું હતું

કેશોદ PGVCL કચેરીમાં ખેડૂતોએ કર્યો ઘેરાવો

કેશોદ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વિજ ધાંધિયાથી ત્રાહિમામ ખેડૂતોએ ગત રાત્રીના કેશોદના 66 કેવી સબ સ્ટેશન અગતરાયે ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો અને બધા ફીડરો બંધ કરાવ્યા હતા. ખેડૂતોએ હોબાળો મચાવતા ડે. એન્જીનીયર ચારેલ સબ સ્ટેશને દોડી આવ્યા હતા. આ બનાવ બાબતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી.અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો.

આ બાબતે ડે. એન્જીનીયર સારેલે જણાવ્યું હતું કે 18 ફિડરો ફોલ્ટમાં છે, ત્યારે ચોમાસા પહેલા વીજ લાઈનોનું સમારકામ કરવામાં આવ્યુ હતુ, તે બાબતે અનેક શંકાઓ ઉભી થાય છે, કે સમગ્ર વીજલાઈનનું સમારકામ કર્યુ હોવા છતાં એક સાથે 18 ફીડરો ફોલ્ટ થવા એ PGVCL દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની પોલ ખોલી રહ્યુ છે.


ABOUT THE AUTHOR

...view details