માંગરોળના ગોરેજ ગામા સતત બે દિવસથી વીજળી ઠપ્પ છે. તેમજ PGVCLમાં ફોન કરવામાં આવે તો ફોન લાગતો નથી,અને ફોન લાગે તો જવાબ આપવામાં આવતા નથી.
માંગરોળમાં PGVCL કચેરી ખાતે ખેડૂતોનો હોબાળો - PGVCL
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના ગોરેજ, શાપુર, શેરીયાઝ, કામનાથ રોડ વિસ્તાર સહિત તાલુકાભરના ખેડૂતો એ રાત્રીના સમયે જ વીજળીની વિવિધ સમસ્યાઓને લઇ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો.
PGVCL
તેમજ જ્યોતિગ્રામ યોજના પણ શોભાના ગાંઠિયા સમાન હોય તેમાં પણ વીજપુરવઠો ઠપ્પ જ રહે છે. આ સિવાય વરસાદના બે છાંટા પડે તો વીજ પુરવઠો ઠપ્પ થઈ જાય છે. સતત લાઈટ ગુલ હોવાથી ગ્રામજનો અકળાયા લોકોએ 8 કલાક વીજળીની માગ સાથે રાત્રીના જ સમયે વિજકચેરીનો ઘેરાવ કર્યો હતો.આ તમામ બાબતોને લઈ રાત્રીના જ સમયે ખેડૂતો દ્વારા કાર્યપાલક ઈજનેર નિનામાં સમક્ષ ઉગ્ર દલીલો કરી હતી. જો તાત્કાલિક વીજ સમસ્યાઓ દૂર કરવામાં નહીં આવે તો કચેરીમાં તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.