ગુજરાત

gujarat

ETV Bharat / state

Junagadh News: સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ કરતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવ - Farmers are getting higher prices in Junagadh

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, રાજ્ય સરકારે જાહેર કરેલા મગફળીના 1275 ના ટેકાના ભાવની સામે આજના દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સારી અને ગુણવત્તા યુક્ત મગફળીના 1600 થી લઈને 1800 રૂપિયા પ્રતિ 20 કિલોના આવી રહ્યા છે. જે ગત વર્ષની સરખામણીએ પણ વધુ જોવા મળે છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવો કરતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવ
સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવો કરતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવ

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 4:08 PM IST

સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ કરતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવ

જૂનાગઢ:ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીના શરૂઆતની સિઝનના સૌથી સારા બજાર ભાવ મળી રહ્યા છે. સરકારે જાહેર કરેલા પ્રતિ 20 કિલો ટેકાના ભાવો 1275 ની સામે જૂનાગઢ યાર્ડમાં સારી અને ગુણવત્તા યુક્ત મગફળીના 1600 થી લઈને 1800 રૂપિયા ખુલ્લી બજારમાં જોવા મળી રહ્યા છે. આ સમયે મગફળી ની આવક હજુ શરૂ થઈ છે. ત્યારે રવિ સિઝનની પ્રારંભના સમયમાં ખેડૂતોને સરકારના ટેકાના ભાવો કરતા પ્રતિ 20 કિલોએ સરેરાશ 500 રૂપિયા કરતા પણ વધુનો વધારો ખુલ્લી બજારમાં થઈ રહ્યો છે. જેને કારણે યાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવો કરતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવ

એપીએમસીના સચિવે આપી વિગતો: એપીએમસીના સચિવ ડી એસ ગજેરા એ મગફળીની આવક અને બજાર ભાવને લઈને વિગતો આપતા જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરમાં ચોક્કસ પણે ઘટાડો થયો છે પરંતુ ખરીફ સીઝનની શરૂઆતના દિવસોમાં મગફળીના સૌથી વધુ બજાર ભાવ મળી રહ્યા છે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા પણ 400 થી 500 રુપિયા સુધી ખુલ્લી બજાર ઊંચી જોવા મળે છે જેને કારણે મગફળીની આવક અને વેચાણમાં પણ ખૂબ વધારો જોવા મળે છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવો કરતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવ

60 દિવસ સુધી વરસાદ:વધુમાં જણાવ્યું કે, "વેપારી અને ખેડૂત એવા પી એસ ગજેરા એ પણ આ વર્ષે પ્રારંભના દિવસોમાં મગફળીના સૌથી ઊંચા બજાર ભાવ મળી રહ્યા છે. તેનો સ્વીકાર કરીને જણાવ્યું હતું કે ખેડૂતોને મગફળી લાભકારક નબળી રહી છે. ચોમાસાની શરૂઆતના દિવસોમાં પુષ્કળ પ્રમાણમાં અને ત્યારબાદ 60 દિવસ સુધી વરસાદ નહીં હોવાને કારણે ગરમીથી મગફળીના ઉતારામાં ચોક્કસ ઘટાડો જોવા મળ્યો છે. જેનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે.

  1. Junagadh Sitafal Cultivation : સોરઠ પંથકમાં સીતાફળનું અનેરુ માન, ચાલુ વર્ષે સીતાફળની મીઠાશ ફીક્કી પડશે ?
  2. Junagadh News: રખડતા ઢોરના ત્રાસમાંથી જૂનાગઢ વાસીઓને મળી શકે છે મુક્તિ

ABOUT THE AUTHOR

...view details