- ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે ખેડૂતો દર્શાવી રહ્યા છે નબળો પ્રતિસાદ
- ખરીદ સેન્ટર પર ખેડૂતોની સતત ગેરહાજરી
- ખુલ્લી બજારમાં સારા બજાર ભાવો મળતા ખેડૂતો સરકારી ખરીદ સેન્ટરથી થયા અળગા
જૂનાગઢઃ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનું ખરીદ સેન્ટર જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શરૂ કર્યું છે, ત્યારે આજ દિન સુધી રજીસ્ટ્રેશન કરાવેલા 5056 ખેડૂતો પૈકી માત્ર 8 ટકા એટલે કે, 553 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી સરકારને ટેકાના ભાવે વહેંચવા માટે સહમતિ દર્શાવી છે.
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ખેડૂતો બની રહ્યા છે ઉદાસીન સરકારી ખરીદ સેન્ટર પર ખેડૂતોની પાખી હાજરી
લાભપાંચમથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે દોઢ મહિના કરતાં વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં સરકાર દ્વારા ટેકાના ભાવે શરૂ કરવામાં આવેલા ખરીદ સેન્ટરમાં ખેડૂતોની ખૂબ પાંખી હાજરી જોવા મળે છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે ખૂબ જ ખરાબ કહી શકાય તે પ્રકારે ખેડૂતો મગફળી ખરીદ સેન્ટર પર તેમની મગફળી વહેંચવા માટે આવી રહ્યા છે ખેડૂતોની ટકાવારીની વાત કરીએ તો 8 ટકા જેટલા ખેડૂતો આ વર્ષે મગફળીની ટેકાના ભાવે સરકારને વહેંચણી કરવા માટે આગળ આવ્યા છે.
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ખેડૂતો બની રહ્યા છે ઉદાસીન રજિસ્ટ્રેશન કરાવેલી સંખ્યાની સામે 8 ટકા જ ખેડૂતોની હાજરી
સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવતાં જૂનાગઢ સેન્ટર ખાતે 5056 જેટલા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. જે પૈકી અત્યાર સુધીમાં 553 જેટલા ખેડૂતો પોતાની મગફળી વહેંચવા માટે સેન્ટર પર આવી રહ્યા છે અને ટકાવારી કાઢવા જઈએ તો માત્ર રજિસ્ટ્રેશન કરાવેલી સંખ્યાની સામે 8 ટકા ખેડૂતો જ મગફળી ખરીદ સેન્ટર પર આવીને ટેકાના ભાવે મગફળી વહેંચી રહ્યા છે. જે ખેડૂતોની મગફળી સરકારે ખરીદી છે તેની ટકાવારી આનાથી પણ નીચે એટલે કે સાત ટકા જેટલી થવા જાય છે 553 પૈકી 476 જેટલા ખેડૂતોની મગફળી ધારાધોરણમાં સફળ થતાં સરકારે તેની ટેકાના ભાવે ખરીદી કરી છે.