ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના ખેડૂતોએ અને સહકારી અગ્રણીઓએ કરી માગ, સરકાર ખેડૂતોને પરેશાન કરવાનું બંધ કરે - Central Government

ભારત બંધના એલાનને પગલે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો અને સહકારી આગેવાનોએ જે સજ્જડ બંધ પાડ્યો છે. તે જૂનાગઢના ખેડૂતો અને સહકારી અગ્રણીઓ આવકારી રહ્યા છે. ભારત બંધનું એલાન સફળ થયું છે. તેને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ જગતના તાતની ગંભીર ચેતવણીના રૂપે લેવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

જૂનાગઢના ખેડૂતોએ અને સહકારી અગ્રણીઓએ કરી માગ,  સરકાર ખેડૂતોને પરેશાન કરવાનું બંધ કરે
જૂનાગઢના ખેડૂતોએ અને સહકારી અગ્રણીઓએ કરી માગ, સરકાર ખેડૂતોને પરેશાન કરવાનું બંધ કરે

By

Published : Dec 9, 2020, 10:32 AM IST

  • જૂનાગઢના ખેડૂતોએ માન્યો APMCના વેપારીઓનો આભાર
  • જૂનાગઢ APMCમાં સજ્જડ બંધનો શ્રેય વેપારી અને ખેડૂતોને
  • કેન્દ્ર સરકાર ખેડૂતોને પરેશાન કરવાનું બંધ નહીં કરે ખેડૂતો બતાવશે સરકારને બહારનો રસ્તો

જૂનાગઢઃ ભારત બંધના એલાનને પગલે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો અને સહકારી આગેવાનોએ જે સજ્જડ બંધ પાડ્યો છે.તે જૂનાગઢના ખેડૂતો અને સહકારી અગ્રણીઓ આવકારી રહ્યા છે. ભારત બંધનું એલાન સફળ થયું છે તેને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ જગતના તાતની ગંભીર ચેતવણીના રૂપે લેવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. જે પ્રકારે ભારત બંધ સફળ રહ્યું છે તેમ જો કેન્દ્ર સરકાર ખેડૂતોના પક્ષમાં કોઈ નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં જગતનો તાત કેન્દ્ર સરકારને બહાર જવાનો રસ્તો બતાવી આપશે તેવી ચિમકી જૂનાગઢના ખેડૂતો અને સહકારી અગ્રણીઓએ આપી હતી.

જૂનાગઢના ખેડૂતોએ અને સહકારી અગ્રણીઓએ કરી માગ, સરકાર ખેડૂતોને પરેશાન કરવાનું બંધ કરે
સહકારી અગ્રણીઓએ વેપારી અને અન્ય ખેડૂતોનો આભાર માન્યો

આજે ખેડૂતો દ્વારા રાષ્ટ્રવ્યાપી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ સહિત જિલ્લાની અન્ય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જેને લઇને જૂનાગઢના ખેડૂતો અને સહકારી અગ્રણીઓએ વેપારી તેમ જ અન્ય ખેડૂતોના બંધને સફળ બનાવવા માટે આભાર માન્યો હતો. જૂનાગઢના ખેડૂતો તેમજ સહકારી અગ્રણીઓએ ખેડૂતોના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ બંધ રાખવામાં આવ્યા છે તેનો ભારોભાર સમર્થન કરીને સરકાર ખેડૂતોને પરેશાન કરવાનું બંધ કરે નહીંતર આગામી દિવસોમાં જગતનો તાત વધુ કેટલાક આંદોલન કરવા માટે અગ્રેસર બનશે. તેવી ગર્ભિત ચેતવણી જૂનાગઢના ખેડૂત અને સહકારી અગ્રણીઓએ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details