માળીયા હાટીના માર્કેટીગ યાર્ડ ખાતે ચણાની ખરીદી કરવા માટે સોમવારના રોજ વહેલી સવારે 4 વાગ્યાથી ખેડુતો લાઈનો લગાવીને ઉભા હતા. પરંતુ ખરીદી કરવાની ના પાડી આવતી કાલે ખરીદી કરીશું તેવું કહેતા ખેડુતો વિફર્યા હતા, અને હોબાળો મચાવ્યો હતો.આ મામલે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
જુનાગઢમાં માળિયા હાટીના માકૅટિગ યાડૅમાં ખેડુતોનો હોબાળો - jnd
જુનાગઢ : શહેરમાં સોમવારના રોજ ચણાની ખરીદી કરવાની મનાઇ કરવામાં આવતા માળિયા હાટીના માકૅટિગ યાડૅમાં ખેડુતોએ હોબાળો કર્યો હતો, અને અફરા તફડીનો માહોલ સર્જાયો હતો. જો કે આ મામલો પોલીસે આવીને થાળે પડ્યો હતો.

ખાસ કરીને જોઈએ તો હાલમાં ખેડુતોને ચણાની ખરીદી કરવા સરકાર દ્વારા જાહેરાત કરતાં ખેડુતો પોતાના ચણા ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન કરાવવા માટે દોટ મુકી છે. ત્યારે જુનાગઢના માળીયા હાટીના ખાતે ચણા ખરીદી કેન્દ્ર ઉપર 500થી પણ વધારે ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરાવવા માટે સવારના 4 વાગ્યાથીજ લાઇનો લગાવી વારામાં ઉભા રહયા હતા. પરંતુ ઓનલાઈન નોધણી અધિકારી 11 વાગ્યે આવ્યા અને આવીને ખેડુતોને કહયું હતું કે, આવતીકાલે ઓનલાઈન કરવા આવજો જેથી ખેડુતો વિફર્યા હતા, અને હલ્લાબોલ કરતાં અફડા તફડી જેવો માહોલ સર્જાતાં આખરે માળીયા હાટીના પોલીસ તેમજ મામલતદાર સહીતનો સરકારી કાફલો આવતાં ખેડુતોને સમજાવીને મામલો થાળે પાડયો હતો. અને આવતી કાલથી ઓનલાઇન પ્રક્રીયા શરૂ કરવાની ખાત્રી આપતાં મામલો શાંત થયો હતો.