વરસાદની વાત કરવામાં આવે તો "વાયુ" વાવાઝોડાની આગાહીના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અંશે વરસાદ થયો હતો. જેમાં સરેરાશ 1થી 6 ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. હાલમાં જે ચિત્ર સામે આવ્યું છે. તેમાં સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભૂજ-કચ્છ સહિતનાં જિલ્લાઓમાં અને તાલુકાઓમાં નહીંવત વરસાદનાં પગલે જગતનો તાત મુંઝવણમાં મુકાયા છે.
‘આવ રે વરસાદ...’, મેઘરાજા રૂઠતા જગતનો તાત ચિંતામાં મૂકાયો
જૂનાગઢઃ સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં કુદરત જાણે જગતના તાતથી રૂઠ્યો હોઇ તેવું લાગી રહ્યું છે. મુંબઈ સહિતના વિસ્તારોમાં જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જુનાગઢ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો કોરા ધાકડ જોવા મળ્યા છે. વાવણી લાયક વરસાદ બાદ હાલ સુધી સારો વરસાદ ન પડતા જગતનો તાત ખૂબ જ ચિંતામાં મુકાયા છે.
http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/17-July-2019/3862069_jnd.mp4
ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. વાપી, વલસાડ, મુંબઈ સહિતમાં આભ ફાટી પડ્યું હોય તેવો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન આ વર્ષે સારો વરસાદ થશે તેવી આશામાં ભીમ અગિયારસનાં દિવસે જ અનેક વિસ્તારોમાં થોડા ખેડૂતોએ વાવણી કરી હતી. ત્યારે વરસાદ પાછો ખેંચાતા જગતનો તાત લમણે હાથ મુકી અને આકાશ સામે મીંટ માંડી અને વરસાદની રાહ જોઈ રહ્યો છે.