જળની વચ્ચે જીવન જાળવવાની જદ્ધોજહજમા જોવા મળે છે જુનાગઢના ગ્રામ્ય પંથકના લોકો જૂનાગઢ:જિલ્લામાં પાછલા 48 કલાકથી મેઘરાજાએ જાણે કે પોતાની અવિરત કૃપા દૃષ્ટિ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના વિસાવદર તાલુકો અને ઘેડ પંથકમાં જ્યાં નજર પડે ત્યાં એક માત્ર વરસાદી પાણી જોવા મળે છે. અતિ ભારે વરસાદને કારણે જળબંબાકાર બનેલા વિસાવદર અને ઘેડ પંથકમાં વરસાદી પાણી અનેક મુશ્કેલીઓ સર્જી રહ્યું છે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત થાય છે. જેને કારણે જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
ઠેર ઠેર જળબંબાકાર:જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને જૂનાગઢ શહેર અને વિસાવદર તાલુકામાં આજે દિવસ દરમિયાન ખૂબ જ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેને કારણે તમામ નદી નાળા સરોવર વરસાદી પાણીથી છલકાઇ રહ્યા છે. વરસાદનું આ પાણી જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી નદી ઓજતમાં ભળી રહ્યું છે. જેને કારણે જુનાગઢ અને પોરબંદર જિલ્લાનો સંયુક્ત ઘેડ વિસ્તાર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. આજે દિવસ દરમિયાન વિસાવદર પંથકમાં 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. જેને કારણે સમગ્ર તાલુકાના ખેતરો અને ગામડાઓમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા હતા. જેના કારણે ગામ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
ભારે વરસાદનો શક્યતા:ગઈકાલે જૂનાગઢ શહેરમાં ચાર કલાક દરમિયાન ધોધમાર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે જૂનાગઢ શહેર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યું હતું તો આજે જિલ્લાના વિસાવદર તાલુકામાં સાંજના છ કલાક સુધીમાં 14 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે. જેને કારણે વિસાવદર તાલુકો પણ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. વિસાવદર પંથકમાં આવેલા નાના-મોટા તમામ જળાશયો અને સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળે છે. આજે દિવસ દરમિયાન વિસાવદર તાલુકામાં 14 ઇંચ વંથલીમાં સાડા ચાર ઇંચ ભેસાણમાં પોણા છ ઇંચ અને જૂનાગઢમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાહતની કરી માંગ:જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ વિસ્તારમાં વગર વરસાદે ઓજત નદીનું પાણી ફરી વળતા આ વિસ્તાર ના લોકોએ સરકાર સમક્ષ રાહતની માંગ કરી છે. ઓછા ગામના ભરતભાઈ એ મુખ્યમંત્રી સમક્ષ ઘેડ વિસ્તારને કૃષિ પાકોમાં થયેલા નુકસાનને લઈને સર્વે તાકીદે કરીને નુકસાની નું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરી છે. વિસાવદર અને ઘેડ પંથકમાં આવજે જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી. વિસાવદર પંથકના ગામડાઓમાં વરસાદ બંધ રહેતા જ પાણી ધીમે ધીમે ઉતરી ગયું છે. પરંતુ ઘેડ વિસ્તારના ગામડાઓમાં આગામી 15 દિવસ સુધી વરસાદી પાણીનો કોઈ નિકાલ થાય તેવી શક્યતાઓ જોવાતી નથી. સતત જળબંબાકાર ની વચ્ચે ઘેડ વિસ્તારના લોકો તેમનું જીવન ધબકતું રહે તે માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે. એક ગામ થી બીજા ગામ સુધી જવા માટે ટ્રેક્ટર જેવા વાહનનો ઉપયોગ કરવો પડે છે.
- Junagadh Rain : જૂનાગઢમાં મનપાની નોંધારી નીતિ ગણાવી, નરસિંહ મહેતા સરોવરનું પાણી ઘરમાં ઘૂસી જતા લોકો હેબતાઈ ગયા
- Junagadh Rain : વરસાદ બાદ ઘેડ પંથકની મુશ્કેલી થઈ શરૂ, ઓઝત નદીનો પાળો તૂટતાં પાણી ફરી વળ્યું ગામમાં