ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસના પગલે માસ્ક સાથે આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ પરીક્ષા - Junagadh News

કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલી પરીક્ષાઓમાં સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માસ્ક આપવામાં આવી રહ્યા છે.

કોરોના વાઈરસના પગલે માસ્ક સાથે આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ પરીક્ષા
કોરોના વાઈરસના પગલે માસ્ક સાથે આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ પરીક્ષાકોરોના વાઈરસના પગલે માસ્ક સાથે આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ પરીક્ષા

By

Published : Mar 16, 2020, 2:55 PM IST

Updated : Mar 16, 2020, 6:58 PM IST

જૂનાગઢઃ કોરોના વાયરસનો ખતરો હવે ચિંતામાં બદલાઈ રહ્યો છે, ત્યારે આગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓને 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ હાલ રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. જેથી આ પરીક્ષામાં કોઇ વિક્ષેપ ન પડે તે રીતે આગમચેતીના ભાગરૂપે પરીક્ષાઓ શરૂ રાખવામાં આવી છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થીને સંભવિત સંક્રમણ ન લાગે તે માટે સાવચેતી પણ રાખવામાં આવી રહી છે.

કોરોના વાઈરસના પગલે માસ્ક સાથે આપી રહ્યા છે પરીક્ષાર્થીઓ પરીક્ષા
જૂનાગઢના સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓને સંસ્થા પોતાના ખર્ચે માસ્ક આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારે તકેદારી રાખવાના આદેશો આપવામાં આવ્યા છે, તેને લઈને શૈક્ષણિક સંસ્થા દ્વારા દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ખર્ચે માસ્ક આપવામાં આવી રહ્યા છે. આ પાછળનો હેતુ કોઈપણ વિદ્યાર્થીને સામાન્ય સંક્રમણ હોય તો પણ તેનો ફેલાવો અન્ય વિદ્યાર્થીઓમાં ન થાય તેવો છે. આ ઉપરાંત માસ્કનુ વિતરણ કરીને સંસ્થા સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનને અનુસરી રહીં છે.
Last Updated : Mar 16, 2020, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details