જૂનાગઢઃ કોરોના વાઇરસ જે પ્રકારે હાહાકાર મચાવી રહ્યો છે, તેને કારણે જંગલના રાજા સિંહની વસ્તી ગણતરી પણ અટકી શકે છે. પાંચ વર્ષે રાજ્યનું વનવિભાગ સિંહોની વસ્તી ગણતરી કરતું હોય છે. જેમાં મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને કેટલીક સામાજિક સંસ્થાઓ પણ જોડાય છે અને અંદાજિત 30થી લઈને 45 દિવસ સુધીની આકરી મહેનત બાદ ગીર વિસ્તારમાં જંગલના રાજા સિંહની ચોક્કસ સંખ્યાનો આંકડો પ્રાપ્ત થાય છે, પરંતુ રાજ્યમાં જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, તેને જોતા એવું કહી શકાય કે, આ વર્ષે સિંહોની વસ્તી ગણતરી એક વર્ષ સુધી પાછી ઠેલાઈ શકે છે.
સિંહોની વસ્તી ગણતરી પર આવી શકે છે કોરોના વાઇરસનો સંકટ... - કોરોના વાઇરસની અસર
દર પાંચ વર્ષ બાદ ગીરના રાજા સિંહની વસ્તી ગણતરી રાજ્યના વન વિભાગ દ્વારા હાથ ધરવામા આવતી હોય છે. પરંતુ જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે તેને જોતા આ વર્ષની વસ્તી ગણતરી પર કોરોના વાઇરસનું ગ્રહણ લાગી શકે છે. જેને કારણે આ વસ્તી ગણતરી એક વર્ષ માટે પાછી ઠેલાવાની શક્યતાઓ જોવાઇ રહી છે.
કોરોના વાઈરસના ખતરાને પગલે દર પાંચ વર્ષે થતી સિંહોની ગણતરી અટકી શકે છે
જે ઉનાળા દરમિયાન દિવસો લાંબા તેમજ જંગલ પાંખું અને પીવાના પાણીની કમીને કારણે સિંહો બહાર આવતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ગણતરી કરવી ખૂબ જ સરળ બની શકે છે, પરંતુ કોરોના વાઇરસને પગલે આ વર્ષે ઉનાળા દરમિયાન સિંહોની વસ્તી ગણતરી કરી શકાય તેમ નથી માટે તેને આવતા વર્ષ સુધી મુલતવી રાખવી પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.