- ભારતમાં ઈન્ટરનેટ શરૂ થયાને 25 વર્ષ બાદ પણ મોબાઈલ વપરાશકારો મુશ્કેલીમાં
- ચાર વર્ષમાં મોબાઇલ વપરાશકારોની સંખ્યા 35 કરોડથી વધીને 75 કરોડની આસપાસ
- પ્રત્યેક ભારતીય મોબાઇલ વપરાશકારો મહિને કરે છે 3 થી 7 GB ડેટાનો ઉપયોગ
ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થયાના 25 વર્ષ બાદ પણ ગામડાના અને નાના શહેરોના મોબાઈલ વપરાશકારો ભારે મુશ્કેલીમાં - ભારતમાં ઇન્ટરનેટ આપવાની શરૂઆત
વર્ષ 1996માં આજના દિવસે અમેરિકામાં ઇન્ટરનેટના ડેટા આપવાની શરૂઆત થઈ હતી. તે પહેલાં વર્ષ 1995માં ભારતમાં ઈન્ટરનેટ સેવાઓ આપવાની શરૂઆત થઇ ચૂકી હતી, ત્યારે 25 વર્ષ બાદ મોબાઈલમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા મોબાઈલ ધારકો આજે 25 વર્ષ બાદ પણ મોબાઇલની કનેકટીવિટી અને ઇન્ટરનેટના નેટવર્કની સ્પીડને લઈને હજી પણ દુવિધામાં જોવા મળી રહ્યા છે.
ઇન્ટરનેટની શરૂઆત
જૂનાગઢ: આજના દિવસે અમેરિકામાં ડાયલ અપ ઇન્ટરનેટ કંપની દ્વારા ઈન્ટરનેટના ડેટા આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રતિ પાંચ કલાક માટે 9. 9 ડોલરનો ચાર્જ વપરાશકારો પાસેથી વસૂલવામાં આવતો હતો, ત્યારે વર્ષ 1995માં ભારતમાં પ્રથમ વખત ઇન્ટરનેટ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે 25 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે, ત્યારે આજે પણ ઈન્ટરનેટની સ્પીડ અને નેટવર્કને લઈને મોબાઇલના વપરાશકારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.