અમદાવાદઃમહાશિવરાત્રિના મહાપર્વને લઈને સનાતન ધર્મ સંસ્કૃતિ અને તેની પરંપરામાં યુરોપના દેશોથી આવેલા પ્રવાસીઓ પણ ખૂબ રસ દાખવી રહ્યા છે. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે યુરોપ દેશમાંથી આવેલા સંન્યાસીઓ અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે ઈટલીથી આવેલો એક પરિવાર સનાતન ધર્મ સંસ્કૃતિની પરંપરાને જોઈને અભિભૂત થયો છે. આ પ્રકારે કોઈ ધાર્મિક ઉત્સવનું આયોજન થતું હોય અને તેમાં તેને સહભાગી થવાનો આજે મોકો મળ્યો છે તે બદલ તેઓ પોતાને ખૂબ જ નસીબદાર માની રહ્યા છે. તેમ જ સનાતન ધર્મ સંસ્કૃતિની આ પરંપરાને નજર સમક્ષ નિહાળીને અચંબિત પણ થયા હતા.
આ પણ વાંચોઃMaha Shivratri Fair: મહાશિવરાત્રિના મેળામાં બોક્સ બાબાએ ખેંચ્યું સૌનું ધ્યાન, પૂંઠાના બોક્સમાં બેસી બાબા કરશે આરાધના
સનાતન ધર્મ સંસ્કૃતિનો રંગ લાગ્યો યુરોપિયાનોનેઃમહાશિવરાત્રિનું મહાપર્વ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે મહાશિવરાત્રિના આ મહાપર્વમાં યુરોપિયન દેશના લોકો પણ ભગવા રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. સનાતન ધર્મની પ્રાચીન ધાર્મિક અને પારંપરિક સંસ્કૃતિને ભવનાથ પરીક્ષેત્ર માં નજર સમક્ષ નિહાળીને તેનો જાત અનુભવ કરી પોતાની જાતને નસીબદાર માને છે. આ પ્રકારે લાખોની સંખ્યામાં આવેલા લોકો નાગા સંન્યાસીઓ અને ધર્મ પ્રત્યેનો લગાવ જોઈને ઈટલીથી આવેલો એક પરિવાર ખૂબ જ અચંબિત બની ગયો છે. આટલા મોટા પ્રમાણમાં લોકોનું આવવું તેમના રહેવા, જમવા અને તમામ પ્રકારની વ્યવસ્થા તંત્ર જે રીતે કરી રહ્યું છે. તે જોઈને આ પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
સનાતન ધર્મ સંસ્કૃતિ અને તેની અભિવ્યક્તિથી થયા પ્રભાવિતઃઈટલીનો પરિવાર સનાતન ધર્મ પ્રત્યેની નાગા સન્યાસીઓ અને શિવભક્તોની અભિવ્યક્તિથી ખૂબ જ પ્રભાવિત થયો છે. જે પ્રકારે મોટી સંખ્યામાં આવેલા શિવભક્તો નાગા સંન્યાસીઓનું આખું વ્યવસ્થા તંત્ર અને નાગા સંન્યાસીઓની શિવ પ્રત્યેની જે અનુભૂતિ છે. તેને નજર સમક્ષ નિહાળીને અભિભૂત થયા હતા. આ પ્રકારના દ્રશ્યો યુરોપના દેશોમાં ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળતા નથી. ત્યારે સનાતન ધર્મ સંસ્કૃતિનું આ અજોડ ઉદાહરણ છે તેવું ઈટલીનો યુરોપિયન પરિવાર માની રહ્યો છે. જે પ્રકારે નાગા સંન્યાસીઓની વેશભૂષા અને તેના પહેરવેશને લઈને પણ ઈટાલિયન પરિવાર ખૂબ જ પ્રભાવિત થયો હતો.
એલેક્ઝાન્ડ્રા અને લોરેન્સે આપ્યો પ્રતિભાવઃસનાતન ધર્મ સંસ્કૃતિ પ્રત્યે જે રીતે ઈટલીનો આ પરિવાર અચંબીત બન્યો છે. ત્યારે એલેક્ઝાન્ડ્રા અને લોરેન્સે તેમના પ્રથમ અનુભવની અનુભૂતિ ETV Bharat સમક્ષ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, જે પ્રકારે લોકો ભક્તિમય બની રહ્યા છે. ખાસ કરીને શિવજીના સૈનિક એવા નાગા સંન્યાસીઓ અને સંન્યાસીઓ દ્વારા પહેરવામાં આવેલા ભગવા કપડાં ભોજન કરવાની લેવાની અને ભોજન આપવાની પરંપરાથી તેઓ ખૂબ જ ખૂશ થયા અને આ પ્રકારના દ્રશ્યો તેમણે તેના જીવનમાં પ્રથમ વખત જોયા છે અને આ તેનું કાયમી સંભારણું બની રહેશે તેવો વિશ્વાસ તેમણે ઈટીવી ભારત સમક્ષ વ્યક્ત કર્યો હતો
આ પણ વાંચોઃMaha Shivratri Fair: મેળાના પ્રથમ દિવસે નાગા સંન્યાસીઓએ મહાદેવજીને ધર્યો 56 ભોગનો હાંડીનો પ્રસાદ
લોરેન્સ ભેટ પૂજાથી થયો ગદગદિતઃઈટલીથી ખાસ મહાશિવરાત્રિના મેળામાં આવેલો લોરેન્સ ભોજન પ્રસાદ બાદ સાધુ સંન્યાસીઓને આપવામાં આવતી ભેટ પૂજાથી ખૂબ જ ગદગદિત થયો છે. આજે ભોજન પ્રસાદ પૂર્ણ થયા બાદ તેને પણ ભેટ પૂજા અર્પણ કરવામાં આવી હતી. તેનો તેમણે સહર્ષ સ્વીકાર કરીને જણાવ્યું હતું કે, કુદરત દ્વારા આપવામાં આવેલી આ અમૂલ્ય ભેટ છે. જે મારા જીવનના કાયમી સંભારણા તરીકે હું સાથે રાખીશ. સનાતન ધર્મ અને ભારતની ભોજન પ્રસાદ બાદ ભેટ પૂજાની પરંપરા છે. તે ખૂબ જ વિશેષ છે અને તેને કારણે જ ઈશ્વરીય તત્વ અહીં આજે પણ છે તેનો અહેસાસ આ પ્રકારના દ્રશ્યો કરાવી જાય છે.