ગુજરાત

gujarat

ETV Bharat / state

ધંધુસરનો આઠ વર્ષનો છોકરો કડકડાટ બોલે છે તેમની 14 પેઢીના નામ - Dhandhusar Government Primary School

જૂનાગઢના ધંધુસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં(Dhandhusar Government Primary School) અભ્યાસ કરતો નીલ થાપલીયા બુદ્ધિ ક્ષમતાને લઈને શાળામાં આગળ જોવા મળે છે. નીલ થાપલીયા તેની 14 પેઢીના નામો એકદમ કડકડાટ બોલી રહ્યો(14 generations names) છે. તેની આ પ્રકારની ઉપલબ્ધિ તેની શાળાના શિક્ષકો પણ બિરદાવી રહ્યા છે.

ધંધુસરનો આઠ વર્ષનો છોકરો કડકડાટ બોલે છે તેમની 14 પેઢીના નામ
ધંધુસરનો આઠ વર્ષનો છોકરો કડકડાટ બોલે છે તેમની 14 પેઢીના નામ

By

Published : Jun 15, 2022, 5:39 PM IST

જૂનાગઢઃધંધુસરનો નીલ થાપલીયા તેની 14 પેઢીના નામો કડકડાટ (14 generations names)બોલે છે. કોઈ વ્યક્તિને બે થી ચાર પેઢીના નામો કંઠસ્થ હશે પરંતુ આઠ વર્ષનો ધંધુસર ગામનો નીલ થાપલીયા કડકડાટ (Dhandhusar Government Primary School)રીતે તેની 14 પેઢીના નામો બોલી રહ્યો છે. શાળાના શિક્ષકો પણ નીલની અસામાન્ય બુદ્ધિ ક્ષમતાને વખાણી રહ્યા છે.

બુદ્ધિ ક્ષમતા

આ પણ વાંચોઃMPના 'ગુગલ બોય'એ રચ્યો ઈતિહાસ, 14 મહિનાની ઉંમરે ઓળખી બતાવ્યા 26 દેશોના ધ્વજ

14 પેઢીના નામો એકદમ કડકડાટ બોલી રહ્યો -ધંધુસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નીલ થાપલીયા (Neel Thapliya)નામનો 2 ધોરણનો વિદ્યાર્થી સમગ્ર શાળામાં તેની બુદ્ધિ ક્ષમતાને લઈને સૌથી આગળ જોવા મળે છે. બીજા ધોરણમાં અભ્યાસ કરતો નીલ થાપલીયા તેની 14 પેઢીના નામો એકદમ કડકડાટ બોલી રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને તેની બે કે ચાર પેઢી સિવાયના દાદા પર દાદા ઓના નામો યાદ હોતા નથી, પરંતુ નીલ થાપલીયા નામનો વિદ્યાર્થી એક સાથે તેની 14 પેઢીના નામો બોલી રહ્યો છે. નીલ થાપલીયાની આ પ્રકારની ઉપલબ્ધિ તેની શાળાના શિક્ષકો પણ બિરદાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે નીલ થાપલીયા અદભુત બુદ્ધિ ક્ષમતા ધરાવી રહ્યો છે તેને લઈને આ વિદ્યાર્થી આગામી દિવસોમાં તેની બુદ્ધિ ક્ષમતાને લઈને ખૂબ સારું ભવિષ્ય ધરાવે છે.

આ પણ વાંચોઃમે તેરા જબરા ફેન હો ગયા...ધંધુસર ગામનો નીલ શિવાજીનો છે ચાહક

વડાપ્રધાન મોદીની મળવાની ઈચ્છા -ધંધુસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો નીલ થાપલીયા શાળાના અન્ય બાળકો કરતાં વિશેષ બુદ્ધિ ક્ષમતા ધરાવી રહ્યો છે. નીલ થાપલીયા તેમના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા રાખી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી સાથે પણ નીલ થાપલીયા એ ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. નાના એવા નીલથી શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી પણ પ્રભાવિત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નીલ થાપલીયા શિવાજીનું હાલરડું ગાઈને જૂનાગઢ જિલ્લામાં પ્રસિદ્ધિ મેળવી રહ્યો છે, ત્યારે ખૂબ મુશ્કેલ કહી શકાય તે પ્રકારે એક સાથે 14 પેઢીના વારસદારોના નામ બોલીને નીલ થાપલીયા ખૂબ નાની ઉંમરે ઉંચી બુદ્ધિ કક્ષાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details