જૂનાગઢમાં બકરી ઈદની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ - ઇદ ઉલ અઝહા
જૂનાગઢ: મુસ્લિમ ધર્મના પવિત્ર પર્વ ઈદ-ઉલ અઝહા (બકરી ઇદ)ની ઉજવણી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી રહી છે. જેમાં જૂનાગઢમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષ અને ઉલ્લાસ પૂર્વક ઈદ ઉજવવામાં આવી રહી છે.જૂનાગઢમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી રહ્યા છે.ઇસ્લામ ધર્મમાં ત્યાગ અને બલિદાનના પર્વ તરીકે ઉજવવામાં આવતાં ઇદ ઉલ અઝહા (બકરી ઇદ) નિમિતે સમગ્ર રાજ્યમાં આજે બકરી ઈદની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે બકરી ઈદના પર્વને લઇને જૂનાગઢના જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાજ અદા કરી અને એક મેકને કુરબાનીના પર્વ બકરા ઈદની શુભકામનાઓ પાઠવી હતી.બકરા ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે સમગ્ર દેશ અને દુનિયાની સાથે જૂનાગઢમાં પણ બકરા ઈદને લઈને નમાજ અદા કરવામાં આવી હતી.જૂનાગઢની પ્રાચીન જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ બકરા ઈદની નમાજ અદા કરી હતી. કુરબાનીના પર્વ તરીકે ઇસ્લામમાં જેનો ઉલ્લેખ છે તે બકરા ઈદને લઈને આજે વહેલી સવારથી જ જુમ્મા મસ્જિદ માં મુસ્લિમ બિરાદરો નમાઝ માટે એકઠા થયા હતા અને કુરબાનીના આ પર્વમાં અલ્લાહને યાદ કરી અને બકરા ઈદ ની નમાઝ અદા કરી હતી.