જૂનાગઢગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે પાછલા નવ વર્ષથી પ્રકૃતિ મિત્ર નામની સામાજિક સંસ્થા ગિરનાર જંગલમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ (Plastic pollution) ઘટે તે માટે કામ કરી રહી છે. સંસ્થાના સદસ્યો પરિક્રમામાટે આવનાર ભાવિકો પાસેથી પ્લાસ્ટિકની થેલી અને ઝભલા મેળવીને તેના બદલામાં કાપડની ઇકો ફ્રેન્ડલી બેગ આપી રહ્યા છે. આ વર્ષે ત્રણ દિવસ દરમિયાન 3000 હજાર કિલો કરતા વધુ લાસ્ટ પ્લાસ્ટિકના બેગને એકત્ર કરવામાં સફળતા મળી છે.
પાવનકારી લીલી પરિક્રમાપ્લાસ્ટિક મુક્ત પરિક્રમા માટે પ્રકૃતિમિત્રોનો પરિશ્રમ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે આ વર્ષે પરિક્રમા કરવા માટે આવનાર ભાવિકોની સંખ્યા 10 લાખની આસપાસ પહોંચી ગઈ છે. ત્યારે પરિક્રમા માટે આવતા પરિક્રમાથીઓ પોતાના ઘરેથી ખાધ્ય ચીજો અને અન્ય વસ્તુઓ પ્લાસ્ટિકના ઝભલામાં લઈને પરિક્રમા પથ પર જોવા મળે છે. ત્યારે ગિરનાર જંગલમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ શક્ય બને તેટલું ઘટાડી શકાય તે માટે પાછલા નવ વર્ષથી પ્રકૃતિ મિત્ર સામાજિક સંસ્થા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્લાસ્ટિકના ઝબલાના બદલામાં ઇકો ફ્રેન્ડલી અને કાપડની બેગ પરિક્રમમાંથીઓને આપવામાં આવી રહે છે.
પ્લાસ્ટિકનું પ્રદૂષણજેનાથી પાછલા નવ વર્ષ દરમિયાન કરોડોની સંખ્યામાં અને હજારો કિલો પ્લાસ્ટિકના બેગ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં જતા અટક્યા છે. તેમ છતાં હજુ સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા ને સફળ થવા માટે કેટલાક વર્ષોની રાહ જોવી પડે તેમ છે. પરંતુ પાછલા નવ વર્ષથી ખૂબ મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ગિરનાર જંગલ વિસ્તારમાં ઘટાડવા માટે સામાજિક સંસ્થાને ખૂબ મોટી સફળતા મળી છે.
પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાપ્રકૃતિ મિત્ર એનજીઓના ચેરમેન અને સ્વયંસેવકે કરી ઈ ટીવી સાથે વાતપ્રકૃતિ મિત્રના સંસ્થાપક પ્રોફેસર ચિરાગ ગોસાઈ ઈટીવી ભારત સાથેની વાત કરતા જણાવ્યું હતું કે નવ વર્ષ પૂર્વે પરિક્રમને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવાનો વિચાર થયો પ્રથમ વર્ષે ખૂબ ઓછી સંખ્યામાં સ્વયંસેવકોની સાથે પ્લાસ્ટિકને જંગલમાં જતું અટકાવવામાં સફળતા મળી હતી. પરંતુ પાછલા વર્ષોની આ સફળતા આજે રંગ લાવી રહી છે સંસ્થાના 150 જેટલા સ્વયંસેવકો 24 કલાક પરિક્રમા પથ પર હાજરી આપે છે અને આ વર્ષે માત્ર બે જ દિવસ દરમિયાન 3000 હજાર કિલો કરતાં વધુ પ્લાસ્ટિકના ઝભલાને જંગલમાં જતું અટકાવવા માટે પ્રકૃતિ મિત્ર સામાજિક સંસ્થાને ખૂબ મોટી સફળતા મળી છે.
કરોડો જીવનો બચાવ સ્વયંસેવક વિભાકરે જણાવ્યું છે કે અમે પ્રત્યેક પરિક્રમાથીને વિનંતી કરી રહ્યા છે કે પરિક્રમા કરવા માટે અચૂક પણે આવો પરંતુ સાથે પ્લાસ્ટિકને નહીં લાવીને જંગલની સાથે કરોડો જીવનો બચાવ અને રક્ષણ થાય તે માટેના વિચાર સાથે પરિક્રમામાં આવો તો સાચા અર્થમાં પરિક્રમાનો ધાર્મિક પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે.