ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે (Meteorological department forecast) 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી (Rainfall forecast in Saurashtra) છે. ત્યારે હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી (cyclone warning signal at Saurashtra coast) દેવાયું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં (Alert to fishermen) આવી છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

By

Published : Dec 16, 2022, 11:16 AM IST

દરિયાઈ વિસ્તારમાં થઈ શકે છે કમોસમી વરસાદ

જૂનાગઢસૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી વરસાદ પડે તેવી હવામાન વિભાગે (Meteorological department forecast) આગાહી કરી છે. તેને લઈને હવે તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે હવે અહીંના દરિયામાં કરન્ટ જોવા મળે તેવી પણ શક્યતા છે.

બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવાયા ત્યારે હવે સૌરાષ્ટ્રના (Rainfall forecast in Saurashtra) વેરાવળ, માંગરોળ, પોરબંદર, દ્વારકા સહિતના દરિયાકાંઠાના બંદરો (cyclone warning signal at Saurashtra coast) પર એક નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને કોઈ પણ માછીમારે દરિયો નહીં ખેડવા અને દરિયાઈ વિસ્તારમાં અવર જવર નહીં કરવાની (Alert to fishermen) સૂચનાઓ આપી છે.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવનાછેલ્લા 48 કલાકથી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના (Rainfall forecast in Saurashtra) હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેને પગલે સૌરાષ્ટ્રના વેરાવળ, પોરબંદર, માગરોળ, દ્વારકા, કોડીનાર સહિત મોટા ભાગના તમામ બંદરો પર એક નંબરનું ભયસૂચક સિગ્નલ (cyclone warning signal at Saurashtra coast) લગાવી દેવામાં આવ્યું છે.

વાતાવરણમાં ફેરફાર અહીં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળે છે. જેને પગલે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની (Rainfall forecast in Saurashtra) સાથે દરિયામાં કરન્ટ જોવા મળતા તમામ બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આપ્યું છે. આ સાથે જ આગામી 48 કલાક સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા તેમ જ દરિયાઈ વિસ્તાર આસપાસ અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા માટે સંદેશાઓ આપવામાં આવ્યા છે.

દરિયાઈ વિસ્તારમાં થઈ શકે છે કમોસમી વરસાદહવામાન વિભાગે (Meteorological department forecast) આજે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે તેવું અનુમાન લગાવ્યું છે. તેને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે તેમ છે. હાલ માત્ર કમોસમી વરસાદનું અનુમાન લગાવાયું છે જો વરસાદ પડે તેવી સ્થિતિમાં શિયાળુ પાકો અને ખાસ કરીને ઉનાળા દરમિયાન આવતી કેરી ના પાકમાં વિપરીત અસરની શક્યતાઓને નકારી શકાય તેમ નથી પરંતુ હાલ વાતાવરણ વાદળછાયું બની રહ્યું છે. વરસાદ હજી સુધી જોવા મળતો નથી, પરંતુ વરસાદની કોઈ પણ સ્થિતિમાં કૃષિ પાકોમાં નુકસાન થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details