જૂનાગઢ: કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે. દરરોજ નવા નવા જિલ્લાઓને પોતાનો શિકાર બનાવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમિત જિલ્લાઓની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે, તેની વચ્ચે જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિઓથી આબાદ રીતે બચી ગયો છે.
જેને ધ્યાને રાખીને રાખી જૂનાગઢ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને લોક ડાઉનલોડનો ભંગ કરીને થતી વાહનો સાથે લોકોની આવન-જાવન પર રોક લગાવી હતી.
જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની બનેલી ટીમો એક સાથે જૂનાગઢના પ્રવેશ દ્વાર ટીંબાવાડી નજીક ગોઠવાઈ ગઈ હતી અને ચારેય ઉચ્ચ અધિકારીઓએ રોડ પર ઉભા રહીને લોકડાઉનનો ભંગ કરીને જે વાહન ચાલકોની સાથે લોકો ગેરકાયદેસર આવન જાવન કરતા જોવા મળ્યા હતા.
રાજ્યના 14 કરતા વધુ જિલ્લાઓ કોરોનાવાઇરસ ગ્રસ્ત બની રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લો કોરોના સંક્રમિત વ્યક્તિઓથી મુક્ત છે. જિલ્લાના અધિકારીઓ આ જ પ્રકારે જૂનાગઢ જિલ્લાને કોરોના મુક્ત રાખવાના ઇરાદા સાથે શહેરના માર્ગો પર ઉતરીને તમામ પ્રકારની અયોગ્ય ગતિવિધિને બંધ કરાવતા નજરે પડ્યા હતા.