બે દિવસ પહેલા જૂનાગઢમાં ધોધમાર 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો જેને કારણે જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું, પુરનું પાણી કાળવામાંથી વંથલી અને શાપુરમાં આવેલી ઓજત નદીમાં ભરે છે. જેને લઈને ઘેડ વિસ્તારમાં વરસાદ નહિ પડવા છતાં પણ માણાવદર, માંગરોળ, બાંટવા અને વંથલીના કેટલાક ગામો વરસાદી પાણીમાં ગરકાવ થઇ રહ્યા છે.
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક ગામોના રસ્તાઓ બન્યા સંપર્કવિહોણા - માંગરોળ
જૂનાગઢઃ જિલ્લામાં પડેલા વરસાદને પગલે ઘેડના ગામોમાં ભરાયેલા વરસાદી પાણી વંથલી અને માણાવદરના કેટલાક ગામોમાં ઘૂસી ગયા હતાં. વરસાદી પાણીને કારણે માણાવદર કેશોદ વચ્ચેનો માર્ગ બંધ થય જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

junagadh
જૂનાગઢમાં ભારે વરસાદ કારણે અનેક ગામોના રસ્તાનો સંપર્ક તૂટ્યો
ત્યારે વંથલીમાં આવેલા ઓજત ડેમના દરવાજા ખોલવામાં આવતા તાલુકાના ટીકર સહીત કેટલાક ગામોમાં પુરનું પાણી ફેલાઈ જતા માણાવદર વંથલી વચ્ચેનો માર્ગ બંધ થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુરનું પાણી માર્ગો પર ભરાઈ જતા માણાવદર બાંટવા અને વંથલીનો કેશોદ સાથેનો સંપર્ક તૂટ્યો