ગુજરાત

gujarat

ETV Bharat / state

PUC સર્ટિફિકેટને લઈને વાહનચાલકોમાં અસમંજસ - new traffice rules in gujarat

જૂનાગઢ: નવા મોટર વાહન વ્હીકલ એક્ટનો અમલ થયો છે, ત્યારે પીયુસી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરંતુ આ નિયમ વાહનચાલકોને ગેરમાર્ગે દોરીને સરકાર મોટા પ્રમાણમાં પૈસા ખંખેરતી હોવાનો આક્ષેપ જૂનાગઢના વાહનચાલકોએ નોંધાવ્યો છે. થોડા વર્ષ પહેલા વાહન નિર્માતા કંપની દ્વારા પ્રદુષણમુક્ત અથવા તો ખૂબ જ અલ્પ માત્રામાં પ્રદુષણ ફેલાવે તેવા એન્જિનો બનાવવાની સરકારે ગાઇડલાઇન આપી હતી. તે મુજબના એન્જિન અત્યારે વાહનોમાં જોવા મળી રહ્યાં છે, તેમ છતાં વાહનચાલકોને પીયુસી સર્ટીફિકેટ લેવાનું ફરજિયાત બનાવવામાં આવતા વાહનચાલકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.

PUC સર્ટિફિકેટને લઈને વાહનચાલકોમાં અસમંજસ

By

Published : Sep 16, 2019, 9:09 PM IST

નવા મોટર વાહન વ્હીકલ એક્ટનો અમલ થયો છે, જે પૈકી દરેક વાહન ચાલકે તેમનું વાહન પ્રદૂષણ મુક્ત છે, તેવું પોલ્યુશન અંડર કંટ્રોલ નામનો સર્ટિફિકેટ મેળવવું ફરજીયાત છે. જેને લઇને પીયુસી સેન્ટર બહાર વાહનચાલકો લાંબી કતારો લગાવીને ઉભા છે. પરંતુ સરકારની આ ફરજિયાત જોગવાઈ હવે વાહનચાલકોમાં અસંતોષ ઊભો કરી રહી છે. એક બાજુ સરકારને વાહન નિર્માતા કંપની અને ઝીરો પોલ્યુટેડ એન્જિન બનાવવાની સૂચનાઓ આપી છે તે મુજબ વાહનોનું નિર્માણ થઇ રહ્યું છે. વાહન ચાલકો પાસેથી પ્રદુષણમુક્ત વાહન હોવાનું ફરજિયાત સર્ટિફિકેટ લઈને સરકાર વાહનચાલકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી રહ્યાનો જૂનાગઢના વાહનચાલકોએ આક્ષેપ કર્યો છે.

PUC સર્ટિફિકેટને લઈને વાહનચાલકોમાં અસમંજસ

બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારે તમામ વાહન નિર્મિત કરતી કંપનીઓને એક આદેશ આપીને તેમની કંપનીમાં બનતા વાહનોનું એન્જિન પ્રમાણિત કરેલા ફ્યુલ સાથે જ ઝીરો પોલ્યુટેડ અથવા તો ખૂબ જ અલ્પ માત્રામાં પ્રદૂષણ ફેલાતું હોય તેવાં એન્જિનો બનાવવાનો આદેશ આપ્યો હતો. જેને લઇને લાખો વાહનો સ્ક્રેપ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ઉત્પાદિત કે નિર્મિત મોટરસાઇકલથી લઈને મોટર કાર સુધીના વાહનો યુરો એન્જિન લગાવવામાં આવ્યા છે. જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબના એન્જિન છે અને આવા એન્જિનો ઝીરો પોલ્યુટેડ અથવા અલ્પ પ્રમાણમાં પોલ્યુશન ફેલાવે છે ત્યારે પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે અસમંજસની સ્થિતિ ઊભી કરી રહ્યું છે.

થોડા વર્ષો અગાઉ કેન્દ્ર સરકારના મોટરવાહન વિહિકલ વિભાગ દ્વારા તમામ કંપનીઓને euro 6 આ પ્રકારના એન્જિનનું નિર્માણ કરીને તેમના વાહનમાં લગાવવામાં આવે તેઓ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. યુરો સિક્સ પ્રકારનું એન્જિન પ્રદૂષણ મુક્ત એન્જિન છે તેઓ કેન્દ્ર સરકારે પ્રસ્થાપિત કર્યું છે હવે જ્યારે યુરો સિક્સ કરતા નીચા એક પણ એન્જિનો નવા વાહનોમાં જોવા મળતા નથી. ત્યારે પીયુસી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવું વાહનચાલકોના ગળાથી નીચેથી ઉતરતું નથી તેમજ આવા એન્જિનો અમુક લાખ કિલોમીટર સુધી પ્રદૂષણ મુક્ત છે તેવું સર્ટિફિકેટ પણ ખુદ વાહન નિર્માતા કંપનીઓ વાહનચાલકોને આપી રહી છે. ત્યારે સરકાર દ્વારા જે પીયુસીને ફરજિયાત બનાવવામાં આવ્યું છે તેને લઈને વાહનચાલકોમાં પણ હવે સરકારના આ નિર્ણય સામે કચવાટ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details