ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, શાસક અને વિરોધ પક્ષ વચ્ચે તૂ-તૂ, મેં-મેં - junaghadh corporation

જૂનાગઢઃ શહેરની ભાજપ શાસિત મહાનગરપાલિકામાં આજે અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી. આ બોર્ડમાં કોઈ ઠરાવો રજૂ કરાયા નહોતા, પરંતુ પાંચ વર્ષના શાસનકાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અહીં સત્તાધારી અને વિરોધપક્ષના સભ્યો વચ્ચે વાર-પ્રહાર થયા હતા.

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ

By

Published : Jun 14, 2019, 4:20 PM IST

Updated : Jun 14, 2019, 4:28 PM IST

ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે અંતિમ સામાન્ય સભા મળી હતી. જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપનું શાસન હતુ. આજની બેઠકમાં કોઈ પણ કામો અને ઠરાવો અંગે ચર્ચા કરાઈ ન હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ

ઉપરાંત જૂનાગઢ સામાજિક સંસ્થાઓ અને તમામ કોર્પોરેટરો જેઓએ પાંચ વર્ષ દરમિયાન સુચારૂ સંચાલમાં સહયોગ આપ્યો હતો, તેને લઈને મેયર, ડે.મેયરે તેમજ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેને તમામનો આભાર માન્યો હતો. આજની આ સામાન્ય સભામાં નવનિયુક્ત કમિશ્નર તુષાર સુમેરાનું સ્વાગત કર્યુ હતુ. બીજીતરફ સામાન્ય નાગરિકોને આજની આ બેઠકમાં વિકાસ કાર્યોના ઠરાવ કરવાની આશ હતી, પરંતુ સત્તાધીશોએ કોઈ પણ પ્રકારની જાહેરાતો કરવાનું ટાળીને જનરલ બોર્ડને માત્ર આભાર પ્રસ્તાવ માટે બોલાવ્યું હોય તેમ જણાતું હતુ.

સભા દરમિયાન સત્તાધારી પક્ષના નેતા અને સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન સહિત મનપામાં શાસક પક્ષના નેતા અને વિરોધપક્ષના નેતાઓ વચ્ચે વિકાસના કાર્યો મુદ્દે ઉગ્ર રજૂઆતો થઈ હતી.

Last Updated : Jun 14, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details