જૂનાગઢ: ટમેટા ખાતા શ્વાનનો વિડીયો વાયરલ ટમેટામાં જોવા મળતી લાલચોળ તેજી ગરીબ અને મધ્યમ વર્ગને ખૂબ જ પરેશાન કરી રહી છે. પ્રતિ કિલો 150 રૂપિયાની આસપાસ પહોંચેલા ટમેટા ગરીબ અને મધ્યમ વર્ગના ભોજનમાંથી દૂર થયા છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં શ્વાન ખૂબ જ સહજતાથી ટમેટા આરોગતું હોય તે પ્રકારે વીડિયોમાં જોવા મળે છે. આ વિડીયો કેટલા સમય જૂનો છે. તેને લઈને કંઈ પણ કહેવું ખૂબ મુશ્કેલ છે.
Junagadh News: મોંઘા થયેલા લાલ ટામેટાનું શોખીન જોવા મળ્યું એક શ્વાન સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ - viral on social media
ટમેટાના બજાર ભાવમાં જોવા મળતી લાલચોળ તેજી મધ્યમ વર્ગ ને પરેશાન કરી રહી છે ટમેટા ખાવાની ઈચ્છા છતાં પણ તેઓ ભાવને લઈને ટમેટા ખરીદી શકતા નથી પરંતુ શ્વાન ટમેટા આરોગતા હોય તેવો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
"શ્વાનનો ટમેટાના સ્વાદને લઈને તેના તરફ ચોક્કસ આકર્ષિત થાય છે. કોઈ પણ સ્વાન ટમેટું જોઈ એટલે તેને ખાવા માટે ખૂબ જ અધીરું બને છે. પરંતુ પશુ તબીબી સાથે જોડાયેલું તબીબી વિજ્ઞાન અને ખાસ કરીને સ્વાનો ની કિડની માટે ટામેટાનું સેવન ખૂબ જ હાનિકારક જોવા મળે છે. કોઈપણ સંજોગોમાં સ્વાનો ને ટમેટા ખાવા માટે આપવાથી દૂર રહેવું જોઈએ અથવા તો શેરીમાં જોવા મળતા સ્વાનો ટમેટા ખાઈ રહ્યા છે. તેને ટમેટા ખાતા અટકાવવા જોઈએ નહીંતર થોડા જ મહિલાઓની અંદર સ્વાનો ની કિડની ખૂબ જ ગંભીર રીતે ખરાબ થતી હોય છે. જેને કારણે તેનું મોત પણ થઈ શકે છે"--મિથુન ખટારીયા (ડોક્ટર શ્વાનના)
ટમેટા આરોગતા શ્વાન: આ વિડીયો ઉનાની શાકભાજી બજારનો છે. અમે વિડિયો નું સ્થળ અને તેના સમયને લઈને કોઈ દાવો નથી કરતા. પરંતુ જે રીતે ટમેટા ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાંથી દૂર થયા છે. તો બીજી તરફ શાક માર્કેટમાં જોવા મળતા શ્વાન બિલકુલ સરળતાથી ટમેટા આરોગતા જોવા મળે છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ટમેટા ખાતા સ્વાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.