આજના દિવસે મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે .ત્યારે દરેક ભાવિકો કમળના પુષ્પો સાથે જૂનાગઢમાં મહાલક્ષ્મી મંદિરમાં વહેલી સવારે પહોંચી ગયા હતા. મા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરી તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવા પાછળ પણ ધાર્મિક મહત્ત્વ જોવા મળે છે.
દીવાળીના પાવન પ્રસંગે મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોની ભીડ જામી - news updates of junagadh
જૂનાગઢ: આજે દીપાવલીનો પાવન પર્વ છે. આજના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. જેને લઈને વહેલી સવારે ભાવિકો માતા લક્ષ્મીના દર્શન કરીને દીપાવલીના તહેવારની શુભ શરૂઆત કરે છે.

દીવાળીના પાવન પ્રસંગે મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોની જામી ભીડ
દીવાળીના પાવન પ્રસંગે મહાલક્ષ્મી મંદિરમાં ભક્તોની જામી ભીડ
હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે મહાલક્ષ્મીનો જન્મ કમળના પુષ્પ પર થયો હોવાનું માનવામાં આવે છે. જેથી આજના દિવસે મહાલક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા છે. તો બીજી તરફ મા લક્ષ્મી કમળના પુષ્પ પર પદ્માસન લગાવીને બેઠા હતા. જેથી કમળના પુષ્પને મહાલક્ષ્મીનુ આસન પણ માનવામાં આવે છે. જેથી દિપાવલીના પાવન પ્રસંગે ભક્તો મહાલક્ષ્મીના ચરણોમાં કમળ પુષ્પ અર્પણ કરીને તેમના પરિવાર પર મા લક્ષ્મીની કૃપા બની રહે તેવી પ્રાર્થના કરી હતી.