દીવ:આજે વર્ષ 2023 વિદાય લઈ રહ્યું છે. રાત્રિના 12:00 કલાકે 2024ની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે વિદાય લઇ રહેલા વર્ષને બાય બાય અને આવી રહેલા નવા વર્ષને વેલકમ કરવા માટે સંઘ પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. દીવ કોઈપણ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહે છે ત્યારે મોકો નવા વર્ષને વેલકમ કરવા અને વિદાય લઇ રહેલા વર્ષને આપવાનો ત્યારે દીવ અને અહીંના રમણીય દરિયા કિનારાને પ્રવાસીઓ સૌથી વધુ પસંદ કરે છે.
Welcome 2024: નવા વર્ષને વેલકમ કરવા દીવમાં પ્રવાસીઓનો ઉમટ્યો માનવ-મહેરામણ - દીવમાં પ્રવાસીઓ
આજે અંગ્રેજી કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ છે. 2024નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વિદાય લઇ રહેલા વર્ષને બાય બાય અને શરૂ થઈ રહેલા નવા વર્ષને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સંઘ પ્રદેશ દીવ પહોંચ્યા છે.
Published : Dec 31, 2023, 5:11 PM IST
સંઘ પ્રદેશ દીવ પર્યટન સ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવી ચૂક્યું છે. નવા વર્ષને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવમાં જોવા મળી રહ્યા છે. આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ભારતમાંથી પ્રવાસીઓ દીવના તટીય વિસ્તારમાં પહોંચીને નવા વર્ષને વેલકમ કરતા પણ જોવા મળશે.
અંગ્રેજી વર્ષના નવા વર્ષને વેલકમ કરવા માટે દુનિયાના મોટાભાગના પ્રવાસીઓ દરિયાકાંઠાના પર્યટન સ્થળોને પસંદ કરતા હોય છે ત્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ પર્યટનની વિશાળ તકો અને સુવિધાઓને ધ્યાને રાખીને પણ હવે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નવા વર્ષને વેલકમ કરવા માટે દીવ આવી રહ્યા છે. અહીં પરિવાર અને મિત્રો સાથે પહોંચેલા પ્રવાસીઓ વિદાય લઇ રહેલા વર્ષની ખાટી મીઠી યાદોને ભૂલીને શરૂ થઈ રહેલું નવું વર્ષ સૌ માટે આનંદથી ભરપૂર રહે તે માટે પણ ખાસ ઉજવણી કરશે. જે રીતે દીવના બીચ મહેરામણથી ઘુઘવાતા જોવા મળે છે તે જ રીતે આજે સમગ્ર દિવસ દરમિયાન દીવના રમણીય બીચ પ્રવાસીઓથી પણ ઘુઘવાતા જોવા મળશે.