આગામી પરિક્રમાને લઈને જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, જૂનાગઢ મનપા અને ગિરનાર મંડળના સાધુઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પરિક્રમાને લઈને આગવા આયોજન બાબતે જૂનાગઢ મનપા વન વિભાગ અને સાધુઓ દ્વારા કેટલાક સૂચનો રજુ કરવામાં આવ્યા હતાં. દર વખતે પરિક્રમા વખતે અનેક સૂચનો કરવામાં આવે છે.
જૂનાગઢમાં પરિક્રમાને લઈને વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજાઇ - District administration
જૂનાગઢઃ પરિક્રમાને લઈને વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આગામી પરિક્રમાને લઈને જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ, જૂનાગઢ મનપા અને ગિરનાર સાધુ મંડળના સંતોની હાજરીમાં આગામી પરિક્રમાના આગવા આયોજનને લઈને બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્દાને લઈને અધિકારીઓ અને સંતો વચ્ચે ચર્ચાઓ કરવામાં આવી હતી.
પરંતુ, લાખોની સંખ્યામાં આવતા પરિક્રમાર્થીઓને લઈને તેના પૂર્ણ પણે અમલ થઇ શકતો નથી. આ વખતે આવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેને લઈને અગાઉથી આયોજન થઇ રહ્યું છે. જેમાં પરિક્રમામાં આવતા યાત્રિકો માટે ટ્રેનની સવલતો વધારવામાં આવે તેમજ પરિક્રમાના માર્ગ પર પીવાના પાણી તેમજ પૂરતા પ્રમાણમાં શૌચાલયોની વ્યસ્થાઓ કરવામાં આવે તેવું આયોજન કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં વધુ કેટલીક બેઠકો યોજવામાં આવશે. જેમાં પણ જે સૂચનો મળશે તેના પર પણ વિચાર કરીને તેને અમલીકરણ માટે પ્રયાશ કરવામાં આવશે. આગામી દિવસોમાં વધુ બેઠક કરવામાં આવશે જેમાં મળેલા સૂચનોને લઈને પરિક્રમાનું આયોજન કરવામાં આવશે.