- જૂનાગઢમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો માનવતાવાદી અભિગમ
- માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક ઔષધિઓ અને નાશ લેવાના મશીનનું નજીવા મુલ્યે વિતરણ
- કોરોના સંક્રમણના પગલે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવકારદાયક પહેલ
જૂનાગઢ: કોરોના કાળમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયામાં કરાયું માસ્કનું વિતરણ - Humanitarian decision in Junagadh
જૂનાગઢ જિલલામાં કોરોનાનું સંક્રમણના પગલે બોલબાલા ટ્રસ્ટનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યા છે. માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક ઔષધિઓ અને નાશ લેવાના મશીનનું વિનામૂલ્ય કહી શકાય તે પ્રકારે બજાર ભાવથી ઓછી કિંમતમાં વેચાણ કરવામાં આવી રહ્યુ છે.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયામાં કરાયું માસ્કનું વિતરણ
જૂનાગઢઃ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં નજીવ કહી શકાય તેવા મુલ્યે પડતર કિંમતે માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક ઉકાળા અને નાશ લેવાના મશીનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને જૂનાગઢના લોકો દ્વારા ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જે પ્રકારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો આ માનવતાવાદી નિર્ણય ખરેખર આવકારદાયક છે.
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક રૂપિયામાં કરાયું માસ્કનું વિતરણ